________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
उ७८
કલશામૃત ભાગ-૨ ઉદ્યોગ કરવો તેવું કર્તાપણું અજ્ઞાન છે. આત્માએ પરનો ઉદ્યોગ કર્યો જ નથી. સમાજમાં આવ્યું?
અહીંયા કહે છે-“સદા નિશ્ચળ ચૈતન્યધાતુમય.” “ધાતુમય’ શબ્દ છે. ચૈતન્ય ધાતુમય અર્થાત્ ચૈતન્યથી ભર્યો છે તેવો આત્મા છે. એ તો ચૈતન્યમય ભગવાન આત્મા છે. રાગ ને પુષ્ય ને દયામય તેવો આત્મા છે જ નહીં.
આહા... હા ! અહીંયા તો જરીક ઠીક હોય ત્યાં તેનું અભિમાન. વાણી ઠીક હોય તો તેનું અભિમાન પૈસા ઠીક હોય તો તેનું અભિમાન પ્રભુ! તારું શું અભિમાન ગયું? તું તો ચૈતન્ય આત્મામાં આરૂઢ થા કે-આ હું છું. આવા આત્મામાં ન રહી અને પરનું અભિમાન કરે છે.
અહીં કોઈ એમ કહે કે-પર્યાયમાં અશુદ્ધતા હતી જ નહીં, પર્યાય અનાદિથી શુદ્ધ જ છે–તો તેમ નથી. ચૈતન્ય દ્રવ્ય વસ્તુ છે તે શુદ્ધ છે. પરંતુ પર્યાયમાં પણ અનાદિથી શુદ્ધતા છે તેમ નથી. જો અનાદિથી શુદ્ધતા હોય તો આનંદનું વદન હોવું જોઈએ. અશુદ્ધતા તો અનાદિથી છે. જેમ વસ્તુ અનાદિથી શુદ્ધ છે તેમ પર્યાયમાં અશુદ્ધતા પણ અનાદિથી છે. જે અશુદ્ધતા દુઃખનું કારણ છે. સમજમાં આવ્યું?
કોઈ એમ કહે કે-દ્રવ્ય ને પર્યાય અનાદિથી શુદ્ધ છે, તો તેમ છે નહીં. દ્રવ્ય શુદ્ધ છે અને પર્યાયે અશુદ્ધ છે. તે પંડિત એમ કહેતા હતા કે-પર્યાય અશુદ્ધ છે તો દ્રવ્ય અશુદ્ધ થઈ જાય છે. બિલકુલ ખોટી વાત છે.
શ્રોતા- પ્રવચનસારમાં તો એમ કહ્યું છે. ઉત્તર- ત્યાં તો પર્યાયની વાત છે. સાતમી ગાથામાં છે અમને ખબર છે. શ્રોતા:- શુભ તન્મય શુભ, અશુભ તન્મયે અશુભ. ઉત્તર- શુભ અશુભ તન્મય તે તો પર્યાય છે. દ્રવ્ય નહીં. શ્રોતા:- પેલા લોકો દ્રવ્યને ધ્યે છે.
ઉત્તરઃ- ખબર છે ને.! બધી ખબર છે. હમણાં મખનલાલજીએ લખ્યું છે– પુણ્યપાપની અશુદ્ધતા પર્યાયમાં છે તેથી દ્રવ્યપણ અશુદ્ધ થઈ જાય છે. અરે! ભગવાન..! આત્મા અનાદિ અનંત શુદ્ધ ચૈતન્ય છે-તેની દશામાં ભૂલ છે પરંતુ વસ્તુમાં ભૂલ નથી. વસ્તુ ભૂલરૂપ થઈ જાય તેમ નથી. જો વસ્તુ જ ભૂલરૂપ થઈ જાય તો શુદ્ધતા કયાંથી આવશે? શુદ્ધતાનો નાશ થઈને જો દ્રવ્ય જ અશુદ્ધ થઈ જાય તો શુદ્ધતા કયાંથી આવશે? યુક્તિથી, લોજીકથી, ન્યાયથી સમજવું જોઈએને!? પરમાત્માનો માર્ગ યુક્તિ, લોજીક અને ન્યાયથી છે. નિઃ ધાતુ છે. નિઃધાતુમાં જ્ઞાનને નિજતરફ, સત્ય તરફ દોરી જવું તેનું નામ ન્યાય છે. સમજમાં આવ્યું? - અહીંયા કહે છે-“સદા નિશ્ચલ ચૈતન્યધાતુમય.” જોયું? આત્મા તો સદાય નિશ્ચલ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk