Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ જ્ઞાનસાર wvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvv કષાયના સંતાપ રહિત, ભાવિતાત્મા-શુદ્ધ સ્વરૂપમાં રમણતામય આત્મા જેને છે એવા અને જિતેન્દ્રિય-ઈન્દ્રિયોને જીતનાર ભવ સમુદ્રથી પિતે તરેલા છે અને ઉપદેશ વગેરેથી પિતાના આશ્રિત બીજાને તારવાને સમર્થ છે. - જે સમ્યગ્દર્શન, જ્ઞાન, અને ચારિત્રની પરિણતિવાળા, આત્મસ્વરૂપમાં રમણ કરનારા, આત્માને વિશે સ્થિરતા કરનારા અને આત્માના અનુભવમાં મગ્ન થએલા છે તે સ્વયં સંસારથી નિવૃત્ત થએલા છે, અને તેની સેવા કરનાર બીજાને તારે છે. અહીં ભાવનારહિત વચનવ્યાપાર અને મનના વિકલ્પરૂપ સંવેદન જ્ઞાન સુધી દ્રવ્યજ્ઞાન છે અને ભાવજ્ઞાન તે તત્ત્વના અનુભવરૂપ ઉપયોગનું કારણ છે. દ્રવ્યકિયા ગની પ્રવૃત્તિરૂપ છે અને તે પણ સ્વગુણને અનુકુલ સ્વરૂપની પ્રવૃત્તિરૂપ ભાવકિયાનું કારણ છે. અહીં જ્ઞાનનું ફળ વિરતિ છે અને તેથી જ્ઞાન વિરતિનું કારણ છે. તત્ત્વાથ ટકામાં કહ્યું અને જ્ઞાન ચારિત્રનું કારણ છે અને ચારિત્ર એ મોક્ષનું કારણ છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે કે नादंसणिस्स नाणं नाणेण विणा न हुति चरणगुणा। अगुणिस्स नस्थि मोक्खो नत्थि अमुक्खस्स निव्वाणं / अध्ययन 28 गा० 30 “તેથી સમ્યગ્દર્શનરહિતને જ્ઞાન હેતું નથી, જ્ઞાન સિવાય ચારિત્રગુણે હેતા નથી, ચારિત્રગુણરહિતને મોક્ષ થતું નથી અને મોક્ષરહિતનું નિર્વાણ થતું નથી.”