Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ 192] દેશના દેશના ભક્તિ ભરપેટે હેવી જોઈએ. તેથી ભક્તિ, તે સમ્યક્ત્વનું ત્રીજું ભૂષણ છે. મૂર્ણની ભક્તિ ભક્તિ મૂર્ખતાની ન હોવી જોઈએ. જેઠ મહિને પણ તરીકે શેઠ ગયે છે. ઠંડા પાણીથી નવડાવી, શીખંડ ખવરાવ્યો. આ ભક્તિ જોઈ શેઠે કહ્યું–મારે ત્યાં પધારવું. કેલ આપો. પેલે કહે છે કે-બદલે નહીં વાળું. શેઠ કહે-જાનવર પણ ઘાસ ખાઈને દૂધ આપે છે, માટે પધારવું. પેલો મહા મહિને તે શેઠને ત્યાં આવ્યું. શેઠે તેને બરફ જેવા ઠંડા પાણીએ નવડાવ્યું. પંખ નાખવા બેઠા, શિખંડ જમાવેલું ને ઠંડું થએલું ખવડાવ્યું. બાદ કહ્યું–સાહેબ મારાથી કઈ ભક્તિ ન થઈ, માફ કરજો. પેલાએ કહ્યું–અરે ભાઈ! જીવ નિભંગી કે નીકળી ગયે નહીં, બાકી તારી ભક્તિમાં ખામી નથી. ભક્તિની વસ્તુનું સ્વરૂપ ન સમજે, કાળ ન સમજે તેવી ભક્તિ શા કામની ? જિનેશ્વરનાં શાસનમાં કુશળતા-નિપુણતા હેવી જોઈએ, માટે કૌશલ, એ સમ્યકત્વનું ચોથું ભૂષણ છે. આમ શાસનની સેવામાં તૈયાર છતાં, એક વાત ધ્યાનમાં રાખવી. કાળાન્તરમાં ધર્મની જડ હેય તે તીર્થ છે. આરાધના કરે નારા મરી જવાના, હજજારો વર્ષો ઉપદેશકે નહી રહે જ્યારે 1000 વર્ષ સુધી તીર્થો રહેવાનાં. આથી તીર્થો ચિરસ્થાયી છે, માટે તીર્થસેવા. જંગમ ને સ્થાવર તીર્થો. આ તીર્થોની સેવા માટે હંમેશાં તૈયાર રહેવું જોઈએ, માટે “તીર્થસેવા” પાંચમું ભૂષણ છે. એવા એ પાંચે ભૂષણ જેઓ ધારણ કરશે તેઓ મેક્ષસુખને વિષે બિરાજમાન થશે.