Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ સાનસાર ~~~~~~~~~~ પદ્ધતિ છે. અરૂપિગુણે-સિદ્ધના ગુણેની ભાવના, સિદ્ધના ગુણને તાદાભ્યરૂપે આત્માના ઉપગની સાથે જોડવા તે સર્વને સ્વરૂપ નિષ્પત્તિનું સાધન છે. યદ્યપિ કઈક શ્રેતાદિનું અવલંબન છે, તે પણ થોડું અવલંબન હોવાથી ઉત્કૃષ્ટ અનાલંબન યેગ કહ્યો છે. કહ્યું છે કે “પરમાત્મતત્વમાં સ્થિરતા રહિત અને જેનાથી ધ્યાન દ્વારા પરમાત્મદર્શનમાં પ્રવૃત્તિ કરે, તથા યોગનિરોધરૂપ સર્વોત્તમ વેગને પૂર્વભાવી અનાલંબન યોગ કહ્યો છે. અહીં નિરાલંબન યુગથી ધારાવાહો (અવિચ્છિન્ન પ્રવૃત્ત) પ્રશાન્તવાહિતા નામે ચિત્ત છે. તેના સ્વભાવથી જ ચિત્ત સહજ ધારામાં પ્રવર્તે છે. તેમાં પ્રયત્ન કરે પડતો નથી. વિંશતિકામાં કહ્યું છે કે "आलंबणं पि एयं रूविमरूवि य इत्थ परमु ति। तग्गुणपरिणइरूवो सुहुमो अणालंबणो नाम"॥ થોવિંશિશ . ?. “અહીં વિચાર પ્રસંગે સમવસરણસ્થિત જિનરૂપ અને તેની પ્રતિમાદિરૂપ રૂપી આલમ્બન તથા પરમ-પરમાત્મારૂપ અરૂપી આલંબન-એમ આલંબન બે પ્રકારે છે. તેમાં અરૂપી પરમાત્માના કેવલજ્ઞાનાદિ ગુણેની તન્મયતારૂપ ઈન્દ્રિયોને અગેચર હેવાથી સૂક્ષ્મ અનાલમ્બન યોગ કહ્યો છે.” * એકાગનું જ બીજું નામ અનાલંબન યોગ છે. એમ સ્થાનાદિ પાંચ યોગોને ઈચ્છાદિ ચાર વેગે સાથે ગુણતાં વીશ યોગ થાય છે. તે પ્રત્યેકને પ્રીત્યાદિ ચાર