Book Title: Gurugunmala Yane Gurugun Chattrisi Tatha Samaysara Prakaran
Author(s): Karpurvijay
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 48
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૦ શ્રી ગુરુગુણમાલા. શ્રી વજન સુગુરૂના શિષ્ય શ્રી રત્નશેખર સૂરિવરે આ કુલકની રચના કરી છે, તેનું સરલ ભાવે પઠન પાઠન કરીને ભવ્યાત્માએ કલ્યાણના ભાગી થાઓ ! (૪૦). ગ્રંથ પ્રશસ્તિશ્રીમત બહત્ ગચ્છરૂપ કમળમાં હંસ સમાન અને બુદ્ધિબળવડે બૃહસ્પતિથી ચઢીયાતા તેમજ સમસ્ત વાદીન્દ્રોમાં મુકટ સમાન એવા શ્રી દેવસૂરિગુરૂ જગતમાં જયવંતા વર્તો ! ૧ ઉક્ત ગચ્છમાં સ્વચ્છ અંત:કરણવાળા શ્રી જયશેખર નામના ગુરૂ.થયા તેમના પરૂપ ગગનને દીપાવવા સૂર્ય સમાન શ્રી વજન નામના સૂરિ થયા. ૨ - તેમના પટ્ટ નાયક (પટોધર) શ્રી હેમતિલકસૂરિ થયા, તેમના આદેશથી શ્રી રત્નશેખર નામના શિષ્ય આ વિવરણ લખ્યું છે. ૩ ઉક્ત વિવરણના આધારે યથામતિ અને યથાશક્તિ શ્રી ગુરૂ ગુણ ષત્રિશત્ ષત્રિશિકા કુલકની સંક્ષિપ્ત વ્યાખ્યા સ્વપર હિત માટે લખવા પ્રયત્ન કર્યો છે તેની સફળતા થાઓ ! અને અનેક ઉત્તમોત્તમ સદ્દગુણ રૂપ રત્નરેહણાચલ સમાન, શ્રી જિનશાસન ગગન દિનમણિ રૂપ ઉત્તમ સૂરિવરેના શ્રેષ્ટ જ્ઞાન, દર્શન, ચારિત્રાદિક ગુણો પ્રગટ-પ્રાપ્ત કરવાની ઉમદા બુદ્ધિથી આ કુલકનું સરહસ્ય પઠન પાઠનાદિ કરી સદ્દગુણાનુરાગી સજજનો સુખ સંપદા પામે! ( રહસ્યકાર.) For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87