Book Title: Gurugunmala Yane Gurugun Chattrisi Tatha Samaysara Prakaran
Author(s): Karpurvijay
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 70
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દર શ્રી સમયસાર પ્રકરણ એક વ્રતમાં કિ સંયેગે છત્રીશ છત્રીશ ભાંગા થાય છે.) આ પ્રમાશેની સંગ સંખ્યા અને તે કેવી રીતે થાય છે તેની સવિસ્તર હકીકત આ પ્રકરણની ટીકા, શ્રાવકવતભંગ પ્રકરણ, ધર્મસંગ્રહાદિથી જાણવી. અહીં વિસ્તાર વધવાના કારણથી અને સામાન્ય બુદ્ધિવાળા વાંચનારને લેખ મુશ્કેલ લાગે તે થઈ જવાના કારણથી લખેલ નથી. પલ્યોપમના અસંખ્યાતમા ભાગે ન્યૂન એક કેટકેટી સાગપિમ પ્રમાણ સાત કર્મની સ્થિતિ થાય ત્યારે જીવ સમકિત પામે છે. તે સ્થિતિમાંથી પલ્યોપમ પૃથકત્વ જેટલી સ્થિતિ ઘટે ત્યારે જીવ દેશવિરતિપણે પામે છે અને તેમાંથી પણ સંખ્યાતા સાગરેપમ જેટલી સ્થિતિ ક્ષય થાય ત્યારે જીવ સર્વવિરતિપણું પામે છે. ઇતિ નવમ અધ્યાય. ( દશમે અધ્યાય.) મરત રત્ન અને પદ્યરાગ રત્નાદિક લેક પ્રસિદ્ધ ર કરતાં વિશિષ્ટ ગુણવાળાં સમ્યગ જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રણ રત્ન કહેવાય છે. પરસ્પર સાપેક્ષતાએ એ ત્રણ રત્નનું મોક્ષ લક્ષણ ફળ કહ્યું છે, પણ એક બીજાની નિરપેક્ષતાએ તેવું ફળ કહ્યું નથી. (તદાશ્રયી દષ્ટાંત કહે છે.) જ્ઞાન ચારિત્ર યુક્ત છતાં દર્શન-સમતિ રહિત અંગારમર્દક અભવ્ય હતા એમ સંભળાય છે, અને જ્ઞાન દર્શન યુક્ત છતાં પણ ચારિત્ર રહિત કૃષ્ણ, શ્રેણિક તથા સત્યકી (વિદ્યાધર) પ્રમુખ અધોગતિને પામ્યા છે, તેથી એ ત્રણે રને સંગાતેજ રહ્યા છતાં શોભા પામે છે. આગમ-સિદ્ધાન્તમાં કહ્યું છે કે કરણી વગરનું એકલું જ્ઞાન નકામું છે. તેમજ જ્ઞાન વગરની ક્રિયા પણ નકામી છે. (અગ્નિથી બચવા ઈચ્છતાં છતાં) આંખે દેખતે પાંગળો અને દેટ મારી જનારો આંધળા એ બંને બળી મૂવા. જ્ઞાન અને ક્રિયા ઉલયના મેળાપથી કાર્યસિદ્ધિ થઈ શકે છે. એક ચકવડે રથ ચાલી શકતા નથી. આંધળે અને પાંગળો વનમાં એકઠાં મળી એક બીજાની સહાયથી બચી ક્ષેમકુશળ નગરમાં પેસી શક્યા.” For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87