________________
૧૫૨
શ્રી ધર્મ રન પ્રકરણ.
पवुत्तं-जह तुट्टो सुटु, देहितो देव । मह इच्छियं पयारं-नयरे रति જ તિવર્ષ વા . ૧૦ ||
एवं ति पत्थिवेणं-पडिवन्ने निभओ भमइ एसो । न गणइ कालमकालं-अक्खलिओ नयररक्खेहि ॥ ११ ॥ कइयावि मज्झरत्तेअहिए ऊणे व एइ कइयावि । भजा य जायमाणी-चिठइ जा तस्स आगमणं ॥ १२ ॥ निविना सासूए-साहइ सो तुज्झ नंदणो एसो । एइ चिराओ गेहं-अहंपि दुक्खेण जग्गामि ॥ १३ ॥ सा चिंतइ जइ राया-तुठो, न तहावि एरिसं जुत्तं । उस्सिखलत्त मेयस्स-सिक्खविस्सामि तो एयं ॥ १४ ॥ तो भणइ सुवसु सुण्हे-तुम, महयंचेव अन्ज जग्गेमि । इय भणिय पिहियदारा-पजग्गिया सासुया तत्तो ॥ १५ ॥
सो मज्ज्ञरत्तिसमए-उग्घाडावेइ जाव घरदारं । भो भणियं जण. णीए-रुठाए एरिसं वयणं ॥ १६ ॥ एत्तियमित्तनिसाए उग्घाडं जत्य
આ નગરમાં રાતે કે દિવસે ગમે ત્યાં હરવા ફરવાની છુટ બક્ષો. ( ૧૦ ) - રાજાએ તે કબુલ રાખ્યું, એટલે હવે શિવભૂતિ નિર્ભય થઈ ભમવા લાગ્યો. તે કાળ કે અકાળનો દરકાર રાખ્યા વગર ફરતે, અને ચોકીદારોથી અટકાવી શકાતો નહિ. [૧૧] તે પિતાના ઘેર ક્યારેક મધરાતે આવે, કયારેક તેથી મેડે વહેલે આવે, ત્યાં લગણ તેની સ્ત્રી તેના આવવાની વાટ જોતી જાગતી બેસી રહેતી. ( ૧૨ ) તે નારાજ થઈને સાસુને કહેવા લાગી કે, આ તમારો દીકરે મોડેથી ઘેર આવે છે, અને હું જાગી જાગીને થાકું છું. [ ૧૩ ] હવે તે સાસુ વિચારવા લાગી કે, રાજા ભલે ખુશી થયો છે, પણ તેમ છતાં એ આ રીતે ઉશ્રુંખળ થાય, એ ઠીક નહિ, માટે એને મારે શીખવવું જોઈએ. (૧૪) એથી તે કહેવા લાગી કે, વહુ ! તું સુઈ જા. હુંજ આજ જાગતી રહીશ, એમ કહીને દરવાજા બંધ કરી, તે સાસુ જાગવા લાગી, અને વહુ સુઈ ગઈ. [૧૫]
હવે તે મધરાતની વખતે આવીને બારણું ઉઘડાવવા લાગ્યો, ત્યારે તેની માએ ગુસ્સે થઈને એવું કહ્યું કે, આટલી રાતે જ્યાં ઉઘાડું બારણું તારા જોવામાં આવે, ત્યાં જ