Book Title: Updhan Tap Margdarshika Author(s): Punyankar Mitra Parviar Publisher: Punyankar Mitra Parviar View full book textPage 2
________________ ઉપધાન તપ : મહિમાગાના ૦ આત્મામાં વિરતિનું વાવેતર કરવાની એક ઉત્તમ તક : ઉપધાન તપ. ચપ્પલ, વાહન, પંખો, ફોન, દાંતિયો, દર્પણ, પૈસા, ગાદી-તકિયા... આ બધી ચીજો વગરના એક દિવસની પણ તમે ; કલ્પના કરી શકો? જે કલ્પનામાં ન આવી શકે તેને વાસ્તવિકતામાં : લાવવાની અમૂલ્ય તક : ઉપધાન તપ. નવકાર કેટલાં વર્ષની ઉંમરે શીખ્યા? ત્યારથી નવકારનું એક ઋણ ચૂકવવાનું બાકી છે. આ ઋણ ચૂકવવાની અણમોલ તક : ઉપધાન તપ. Outing માટે લોકો સિમલા અને ઉટી જાય છે. Inning માટેનું સુંદર સ્થળ : ઉપધાન તપ. પ્રતિક્રમણ, પ્રતિલેખન, દેવવંદન, કાયોત્સર્ગ, જાપ, ખમાસમણ, તપ-ત્યાગ, જિનવાણી-શ્રવણ વગેરે અઢળક તારક અનુષ્ઠાનોનો ભવ્ય મેળો : ઉપધાન તપ. પોઝિશન, પઝેશન અને પ્રોફેશનથી પર બની આત્મામાં ઊતરવાનો ઉત્તમ અવસર : ઉપધાન તપ. સંસારની ખટપટ અને ખટખટથી કામચલાઉ મુક્ત થવાનો સુવર્ણ અવસર : ઉપધાન તપ. સંસારના Ego-Friendly જીવનથી અલિપ્ત બની Eco-Friendly જીવન જીવવાનો એક ધન્ય અનુભવ : ઉપધાન તપ. આત્માની ઉત્ક્રાન્તિ કરવા માટે પાપથી પ્રતિક્રાન્તિ કરવાનો શંખનાદ : ઉપધાન તપ. Jain Education eman a lme n nm amamay.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 28