Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Author(s): Hemchandracharya, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
૩૨
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન
પ્રત્યયોનો સ્મ-સ્માત્ આદેશ કરવા રૂપ કાર્યમાં સર્વ થી લઇને વિમ્ શબ્દ સુધીના આખા શબ્દ સમુદાયનો અન્વય ન સંભવતા તેના સર્વ, વિશ્વ વિગેરે પ્રત્યેક અવયવોને કે-કસિ પ્રત્યયો લગાડી તેમનો સ્મે-સ્માત્ આદેશ કરવામાં આવે છે. અર્થાત્ સર્વ, વિશ્વ વિગેરે પ્રત્યેક અવયવોનો ટુ-પ્તિ પ્રત્યયોના સ્મ-સ્માત્ આદેશ કરવા રૂપ કાર્યમાં અન્વય કરવામાં આવે છે.
(2) સર્વા‹િ બહુવ્રીહિસમાસસ્થળે અવયવવાચી^) આવિ શબ્દ વ્યવસ્થાવાચી પણ છે. તેથી સમાસનો અર્થ ‘સર્વ શબ્દ આદિ અવયવ રૂપે વ્યવસ્થિત છે જે શબ્દસમુદાયમાં' આવો થશે. અહીં સમાસના અર્થમાં સર્વ શબ્દને શબ્દસમુદાયના આદિ અવયવ રૂપે વ્યવસ્થિત દર્શાવ્યો છે. પણ પાછળ કોઇ અન્ય અવયવો હોય તો તેમની અપેક્ષાએ સર્વ શબ્દને આદિ (= પ્રથમ) અવયવ રૂપે ગણાવી શકાય. તેથી બૃહત્કૃત્તિમાં સર્વ, વિશ્વ, ૩૫, સમયદ્ વિગેરે ગણપાઠ દર્શાવ્યો છે.
:
શંકા ઃ- આ રીતે ગણપાઠનું ગ્રહણ કરશો તો મધ્યમ અને અધમ શબ્દો સર્વાદિ ગણપાઠમાં ન હોવાથી આપ્ પ્રત્યયાન્ત મધ્યમા અને અધમ શબ્દોના ‘સર્વાવેર્ડસ્૦ ૬.૪.૮' સૂત્રથી થતા મધ્યમસ્યાત્ અને ગંધમસ્યાત્ પ્રયોગો સિદ્ધ શી રીતે કરશો ? તેથી સર્વાતિ વૃત્તિ આવિ શબ્દને પ્રકાર(B) અર્થવાચી (સાદશ્યાર્થક) રૂપે ગ્રહણ કરવો જોઇએ કે જેથી વિશ્વ વિગેરેની જેમ મધ્યમ અને અધમ શબ્દો પણ સર્વ શબ્દને સદશ હોવાને કારણે આકૃતિગણથી તેમનું પણ ગણપાઠમાં ગ્રહણ થતા મધ્યમસ્યાત્ અને અધમસ્યાત્ પ્રયોગો સિદ્ધ થઇ શકે ?
સમાધાન ઃ - જો આ રીતે આવિ શબ્દને પ્રકારવાચી લઇને આકૃતિગણથીC) મધ્યમ અને અધમ શબ્દનું ગ્રહણ કરીએ તો સદશ હોવાને કારણે વિશ્વ, ૩૫, ૩મય વિગેરે શબ્દોનું પણ આકૃતિગણથી જ ગ્રહણ થઇ જતા બૃહત્કૃત્તિસ્થ ગણપાઠમાં વિશ્વ વિગેરે શબ્દોનો નિર્દેશ કરવાની જરૂર જ ન રહે. છતાંય નિર્દેશ કર્યો છે તેથી જણાય છે કે અહીં આવિ શબ્દ પ્રકારવાચી રૂપે ગ્રહણ કરવો ઇષ્ટ નથી.
:
શંકા – આમ કહેવું યોગ્ય નથી. આવિ શબ્દ પ્રકારવાચી હોવા છતાં ગણપાઠમાં વિશ્વ વિગેરે શબ્દોનો નિર્દેશ એટલા માટે કર્યો છે કે જેથી ખબર પડે કે સર્વ શબ્દને સદશ જે બીજા શબ્દો લેવાના છે તે કેવા પ્રકારના લેવા. (A) અતિ શબ્દ સામીપ્સ, વ્યવસ્થા, પ્રકાર (સાદશ્ય) અને અવયવ અર્થમાં વર્તતો હોય છે. તે અંગે વિશેષ ‘વિર્ધનનમ્ ૧.૧.૨૦' સૂત્રના શ્રૃ.ન્યાસથી જાણી લેવું.
(B) પ્રકારાર્થક આવિ શબ્દને લેતા સર્વાતિ આ બહુવ્રીહિનો અર્થ ‘સર્વશબ્દ અવયવ રૂપે સદશ છે જે શબ્દસમુદાયને’ આમ થશે.
(C)
ગણ બે પ્રકારના હોય છે ઃ આકૃતિગણ અને નિયતગણ. (i) આકૃતિગણમાં શબ્દોની સંખ્યા નિશ્ચિત હોતી નથી. તે ગણમાં ઉદાહરણ તરીકે આપેલા શબ્દો જેવા આકારવાળા બીજા જે કોઇ શબ્દો અન્યત્ર જોવા મળે તે બધાનો આ ગણમાં સમાવેશ થતો હોય છે. જ્યારે (ii) નિયતગણમાં શબ્દોની સંખ્યા નિશ્ચિત હોય છે. તેમાં જેટલા શબ્દો લેવાના હોય તે બધા બૃહત્કૃત્તિસ્થ ગણપાઠમાં દર્શાવી દીધા હોય છે.