Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Author(s): Hemchandracharya, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
૧.૪.૧૨
૨૩૫ શંકા:- “વસ્થ તુ નક્ષત્તરે ૦' ન્યાયની પ્રવૃત્તિ દરેક સ્થળે થાય જ છે તેવું નથી. તો પ્રસ્તુતમાં તે ન્યાયની પ્રવૃત્તિ ન થતા “નક્ષત્તવૃત્તિનિમિત્તyપસંદ 7ક્ષ વનવ મતિ' (A) ન્યાયની પ્રવૃત્તિ થવાના કારણે આ સૂત્ર અનિત્ય ગણાતા વત્ યુક્ત અને તત્ તમ્ પ્રયોગોની સિદ્ધચર્થે તમારે આ સૂત્રમાં વિશ્વક' પદ મૂકવું જરૂરી છે. આશય એ છે કે કૌરવો (B) અને પાંડવો વચ્ચે મહાભારતનું યુદ્ધ ચાલતા પાંડવોએ વાસુદેવ શ્રીકૃષ્ણની સહાયથી કૌરવોને જીત્યા. તો અહીંલોકમાં જેમ કૌરવો પાંડવોની અપેક્ષાએ દુર્બળ અને પાંડવો કૌરવોની અપેક્ષાએ બળવાન કહેવાય છે તેમ “નક્ષત્તરપ્રવૃત્તિનિમિત્ત' ન્યાય પણ એમ જણાવે છે કે જે બે સૂત્રો વચ્ચે બળાબળની વિચારણા ચાલતી હોય તે પૈકીના પ્રથમસૂત્રની પ્રવૃત્તિ થયા બાદ જો તે પ્રથમસૂત્ર કોક ત્રીજા જ સૂત્રની (લક્ષણાન્તરની) સહાયથી બીજા સૂત્રના પ્રવૃત્તિના નિમિત્તને સંહરી લેતું હોય અર્થાત્ તે બીજા સૂત્રના નિમિત્તને સંહરી લેવા દ્વારા તે સૂત્રની પ્રવૃત્તિને ન થવા દેતું હોય તો તે પ્રથમસૂત્ર દ્વિતીયસૂત્રની અપેક્ષાએ બળવાન ગણાય છે અને (જેનું નિમિત્ત પ્રથમસૂત્રે સંહરી લીધું છે અને ત્રીજા સૂત્ર દ્વારા જેની પ્રવૃત્તિનો વિઘાત થયો છે તેવું) બીજું સૂત્ર પ્રથમસૂત્રની અપેક્ષાએ દુર્બળ (અનિત્ય) ગણાય છે. પ્રસ્તુતમાં 'મા કેર: ૨.૨.૪૨’ અને ‘ત: સૌ સ: ૨.૨.૪ર' સૂત્રોની પ્રવૃત્તિ થયા બાદ તે બન્ને સૂત્રો ત્રીજા ‘મત: ૨.૪.૧૭' સૂત્રની સહાયથી આ સૂત્રના આ કારાન્ત નપુંસકલિંગ નામ રૂપ નિમિત્તને સંહરી લેતા હોવાથી અર્થાત્ મ કારાન્ત નપુંસકલિંગ નામ સ્વરૂપ નિમિત્તને આશ્રયીને આ સૂત્રની પ્રવૃત્તિ ન થવા દેતા હોવાથી તે બન્ને સૂત્રો આ સૂત્ર કરતા બળવાન ગણાય અને આ સૂત્ર તે બન્ને સૂત્રોની અપેક્ષાએ દુર્બળ એટલે કે અનિત્ય ગણાય છે. તેથી તમારે અત્ સ્ત્રમ્ અને તત્ નમ્ પ્રયોગોની સિદ્ધચર્થે આ સૂત્રમાં ત્યવિશ' પદ મૂકવું જરૂરી છે.
સમાધાન - ‘અત્તરના વિપીન વહિર લુન્ ગાયતે'ન્યાયમાં જ પદનું જે ગ્રહણ કર્યું છે તે જણાવે છે કે બહિરંગ લુ આદેશ પર અને નિત્યવિધિ કરતા બળવાન ગણાતી અંતરંગવિધિનો પણ બાધ કરીને પૂર્વે પ્રવર્તે છે. અર્થાત્ જે તે અંતરંગવિધિનો પણ બાધ કરીને પૂર્વે પ્રવર્તતો હોય તો તે અંતરંગવિધિની અપેક્ષાએ નિર્બળ ગણાતી પર અને નિત્યવિધિનો બાધ કરીને તો સુતરાં પૂર્વે પ્રવર્તે. તો પ્રસ્તુતમાં “નક્ષત્તર પ્રવૃત્તિનિમિત્તo' ન્યાયના કારણે આ સૂત્ર ભલે અનિત્યસૂત્ર બનતું હોય, છતાં તેનાથી થતા લુ આદેશ દ્વારા ‘મા ફેર: ૨૨.૪?' અને ‘ત: સૌ સ: ૨.૧.૪૨' સૂત્રોથી થતી - આદેશ અને સૂઆદેશ રૂપ પર વિધિનો બાધ થવાના કારણે લુપ આદેશ પૂર્વે પ્રવર્તતા ત્ય + સિ કે ગમ્ અને તત્ + સિકે કમ્ અવસ્થામાં આ સૂત્રથી સિ-ગ પ્રત્યયોનો લુ, પૂર્વે (A) “સૂત્રાન્તર દ્વારા વિવતિસૂત્રની પ્રવૃત્તિના નિમિત્તને સંહરી લેતું સૂત્ર બળવાન બને છે.' પૂ. લાવણ્યસૂરિ દ્વારા
સંપાદિત છંન્યાસમાં દર્શાવેલો “નક્ષત્તર પ્રવૃત્તિનિમિત્તમુ. પાઠ અયુક્ત છે. પાઠ 'નક્ષળાન્તરે
પ્રવૃત્તિ સૂક્ષIIન્તરપ્રવૃત્તિ' આમ તૃતીયાતપુરૂષસમાસ કરી ‘નક્ષત્તર પ્રવૃત્તિનિમિત્ત5.' દર્શાવવો યુક્ત ગણાય. (B) અહીં તેમજ ઉપર દર્શાવેલા આ બન્ને લોકવ્યવહારને લઈને જે બે ન્યાયોની પુષ્ટી કરી છે તે યુક્ત છે કે નહીં?
તે અંગેના મત-મતાન્તરોને જાણવા પરિ. શે. ૪૮'ની ભૂતિ, હૈમવતી વિગેરે ટીકાઓ જોવી.