Book Title: Shraddhgun Vivaran
Author(s): Chaturvijay
Publisher: Jain Atmanand Sabha

View full book text
Previous | Next

Page 235
________________ એનિત્રિશતગુણ વર્ણન મહાવીર સ્વામીને પુછયું કે હે ભગવન્ ! આ ભરત ક્ષેત્રમાં છેલ્લો રાજર્ષિ કેશુ થશે ? ઉત્તરમાં ભગવાને જણાવ્યું કે-આ ઉદાયન ચરમ રાજર્ષિ છે. હવે પછી આ ઉદાયનથી મોટા કે તેના સરખા રાજાએ દુષમ કાળના પ્રભાવથી સાધુવ્રતને અંગીકાર કરશે નહીં, આ વાત સાંભળી સંસારના ભયથી ભયપામેલા અભયકુમારે રાજાના પગમાં પડી પ્રથમ અંગીકાર કરેલું વર રાજા પાસે માંગ્યું. હે તાત! આટલા દિવસ સુધી ચરમ રાજર્ષિપણાની ઈચ્છારાખનાર હારા વડે વ્રત ગ્રહણ કરવા માટે આગ્રહ કરાયો નથી. પરંતુ હમણાં તેવા પ્રકારની ભવિતવ્યતાના ગથી મને રાજર્ષિપણું પ્રાપ્ત થવાનું નથી. માટે જે આ૫ પિતાશ્રી મને અનુમતિ આપે તે હમણાંજ ભગવાન મહાવીર સ્વામી પાસે હું મુનિવ્રત અંગીકાર કરું. અભયકુમારની આ વાત સાંભળી શકાકુળ હૃદયવાળા શ્રેણિક રાજાએ કહ્યું કેહે વત્સ! તારા જેવા ઉત્તમ પુરૂષોને એમ કરવું યંગ્ય છે. પરંતુ મહારા રાજ્યનાં સંપૂર્ણ રાજ્યકાર્ય કરવામાં તુંજ પ્રભુ હતો. આટલા દિવસમાં હારી બીજી પ્રાર્થના એ નિષ્ફળ કરી નથી તે આવા ઉત્તમકાર્યમાં વિઘ શામાટે કરૂં? જે રાજ્યને માટે રાજકુમારે અકાર્યો કરે છે તેવું રાજ્ય આપવા માંડ્યું પણ તે ગ્રહણ ન ન કર્યું તેથી હે પુત્ર! તને ધન્ય છે અને હારા ધર્મકાર્યના માર્ગમાં વિદ્ધ ન થાઓ એમ બેલી શ્રેણિક રાજાએ નિષ્ક્રમણ મહોત્સવ કરાવ્યું. અભયકુમાર પણ મેઘની પેઠે પુષ્કળ સુવર્ણની ધારાઓથી વૃષ્ટિ કરતો ભગવાન પાસે આવી પહોંચ્યો. ભગવાને વિધિપૂર્વક દીક્ષા આપી. અભયકુમારની માતા નંદાએ પણ તેની સાથે જ દીક્ષા ગ્રહણ કરી. કેટલાએક કાળે અભયકુમાર અગીયાર અંગને ધારણ કરનાર થયે, પછી ઘણા કાળ સુધી નિરતિચાર પ્રત્રજ્યા પાળી સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયે ત્યાંથી અવી (મનુષ્ય થઈ દીક્ષા ગ્રહણ કરી, મેક્ષમાં જશે. હવે ગ્રંથકાર પ્રસ્તુત ગુણની સમાપ્તિ કરતાં ઉપદેશદ્વારા ફળ બતાવે છે-- नयविनयविवेकच्छेकताद्यैर्गुणौघैः सकलजनमनांसि प्रीणयन्तो महान्तः। अभयवदिति लोके वल्लभत्वं दधाना निरुपमजिनधर्मे योग्यतां संश्रयन्ते ॥५॥ શબ્દાર્થ –ઉપલી કથાના નાયક અભયકુમારની પેઠે નીતિ, વિનય, વિવેક અને નિપુણતા વિગેરે ગુણેએ કરી આ લેકમાં સમગ્ર લેકેના અંતકરણને સંતોષ પમાડનાર મહાન પુરૂષે જનવલભપણુને ધારણ કરી સર્વોત્તમ જિનધર્મની - થતાને મેળવે છે પ . ) જોશોના શુળ . ર8 I/

Loading...

Page Navigation
1 ... 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280