Book Title: Shraddhgun Vivaran
Author(s): Chaturvijay
Publisher: Jain Atmanand Sabha

View full book text
Previous | Next

Page 274
________________ पंचत्रिंशत् गुणवर्णन. ( ૯ ) ગ્રંથકાર મહારાજ કમથી પ્રાપ્ત થએલા પાંત્રીશમા ગુણનું જ વર્ણન કરે છે. $ “વરીત્તેન્દ્રિશામા વળી જેણે ઇદ્રિના સમૂહને વશ કર્યો છે એટલે ઇદ્રિને સ્વચ્છેદપણે પ્રવૃત્તિ કરતાં રોકે છે તે વશીકૃતેન્દ્રિયગ્રામ કહેવાય છે એટલે અત્યંત આસક્તિને પરિત્યાગ કરી સ્પર્શનાદિ ઇંદ્રિના વિકારેને રોધ કરનાર હોય છે અને તેજ ગૃહસ્થ ધર્મને લાયક ગણાય છે. ખરેખર ઇંદ્રિયને જ્ય કરે, તેજ પુરૂષને ઉત્કૃષ્ટિ સંપત્તિનું કારણ છે. તેને માટે કહ્યું છે કે – आपदां कथितः पन्था इन्द्रियाणामसंयमः । तज्जयः संपदां मार्गों येनेष्टं तेन गम्यताम् ॥१॥ શબ્દાર્થ –-ઈદ્ધિનું સ્વતંત્રપણું તે આપત્તિને માગ છે અને ઇન્દ્રિયને જય કરે તે સંપત્તિને માર્ગ છે એમ વિદ્વાનું કહેવું છે, માટે જે રસ્તે જવું ઈષ્ટ હોય તે રસ્તે ગમન કરવું. ૧ इन्द्रियाण्येव तत्सर्वं यत्स्वर्गनरकावुभौ । निगृहीतविसृष्टानि स्वर्गाय नरकाय च ॥२॥ શબ્દાર્થ –સ્વર્ગ અને નરક એ બને જે કહેવાય છે, તે સર્વ ઇંદ્રિયેજ છે. કારણ કે ઇંદ્રિય વશ કરવાથી અને છુટી મુકવાથી અનુકમે સ્વર્ગ અને નરકને માટે થાય છે. અર્થાત જે જિતેન્દ્રિય હોય છે, તે પુરૂષ અવશ્ય સ્વર્ગમાં જાય છે અને જે ઇંદ્રિયોને સ્વતંત્રપણે પ્રવૃત્તિ કરાવે છે તે મરણ પામી નરકમાં જાય છે. અને ત્યાં ભયંકર દુ:ખેને ભેગવે છે. ૨

Loading...

Page Navigation
1 ... 272 273 274 275 276 277 278 279 280