Book Title: Shraddhgun Vivaran
Author(s): Chaturvijay
Publisher: Jain Atmanand Sabha

View full book text
Previous | Next

Page 252
________________ ૨૧૪. શ્રાદ્ધગુણ વિવરણ. શબ્દાથ:- પિતાના સ્થાનથી બીજા સ્થાનમાં લઈ જવું, ખર ઉપર ચઢાવવું, ઉપર કાદવનું નાખવું, સુકી ધૂળનું સ્થાપન કરવું, પગથી તાડન કરવું, કલેશનું આપવું, ચાક ઉપર ભમાવવું વિગેરે ક્રિયાઓ જો કે કુંભકાર માટી ઉપર કરે છે તે પણ આ માટી પૃથિવીથી ઉત્પન્ન હોવાને લીધે વાસણરૂપ થઈ પરોપકારજ કરે છે. કલીનને આમ કરવું યુક્ત જ છે. અર્થાત માટીની પેઠે ગમે તેવી આફત આવે તો પણ કુલીન પુરૂષે પોતાના અપકારી ઉપર પણ ઉપકારજ કરે છે. આ ३.धूलिक्षेपनखक्षतातुलतुलारोहावरोहस्फुर-- ल्लोहोट्टनपिजनादिविविधक्लेशान् सहित्वाऽन्वहम् । जज्ञे यः परगुह्यगुप्तिकृदिह श्रित्वा गुणोोल्लासितां कर्पासः स परोपकाररसिकेष्वाद्यः कथं नो भवेत्॥१०॥ શબ્દાર્થ –ધૂળમાં પડવું, નખેથી છેદાવું, હેટાં ત્રાજવાં ઉપર ચઢવું, પાછું ઉતરવું, તીણ લોઢાના ચરખામાં પીલાવું અને પિંજાવું વિગેરે નાના પ્રકારના કલેશને નિરંતર સહન કરી સુતરરૂપે થઇ જે કપાસ આ લેકમાં બીજાનાં ગુહસ્થાને ગોપાવનારે થયે છે, તે કપાસ પોપકાર પ્રત્યે પ્રેમ રાખનારાઓની અંદર અગ્રગામી કેમ ન થઈ શકે ૧૦ છે - જ્યારે માટી વિગેરે અચેતન પદાથે બીજાના ઉપકાર માટે થાય છે, ત્યારે ચેતનયુક્ત પ્રાણીઓનું તે કહેવું જ શું? વળી–સંપૂર્ણ સુરાસુરની સંપત્તિ અને મોક્ષસુખ આપવામાં એક કલ્પવૃક્ષ સમાન પરેપકારને જિનેશ્વર ભગવાને સમસ્ત ધ માં ઉત્કૃષ્ટ ધર્મ કહે છે. તે પરોપકાર દ્રવ્ય અને ભાવથી બે પ્રકારને હેય છે, એમ જાણી ધીરપુરૂએ તે ઉપકાર સઘળા પ્રાણુઓ ઉપર યથાયોગ્ય કરવા જોઈએ. ગરીબ, અનાથ, સંપત્તિહીન, ભૂખ્યા અને તરસ્યા પ્રાણુઓ ઉપર અનુકંપા લાવી તેમજ તપ, નિયમ જ્ઞાન અને દર્શનના ગુણોને પ્રચાર કરતા મુનિઓને ઉત્કૃષ્ટિ ભક્તિએ પોતાથી શક્તિ મુજબ અન્નાદિકના આપવાથી ઉપકાર કરે તેને દ્રવ્ય ઉપકાર કહેવામાં આવે છે. દુઃખથી રીબાતા પ્રાણીઓને જ્ઞાન, દર્શન અને ચારિત્રની પ્રાપ્તિ કરવારૂપ ઉત્તમોત્તમ ઉપકાર કરવામાં આવે તો તે ભાવથી ઉપકાર કર્યો એમ કહેવાય. પરંતુ ઉચ્ચકુળમાં ઉત્પન્ન થએલા, ધીર તેમજ ગંભીર પ્રકૃતિવાળા, ભવિષ્યમાં કલ્યાણને મેળવનારા અને મહા સામર્થ્યવાળા ઉત્તમ પ્રાણીઓજ બીજાને ઉપકાર કરવા માટે સમર્થ થાય છે. ભાવ ઉપકાર કરનારાઓને તે નિશ્ચયથી મેક્ષરૂપ ફળ પ્રાપ્ત થાય છે એ પ્રસિદ્ધ છે. તેવી રીતે દ્રવ્ય ઉપકાર કરનારાઓને પણ ભરત રાજાની પેઠે નિશ્ચયથી (આ લોક અને પરલોક સંબંધી) અતુળ ફળની પ્રાપ્તિ થાય છે. દ્રવ્યપકાર કરનાર ભરત રાજાનું કથાનક નીચે લખ્યા મુજબ છે –

Loading...

Page Navigation
1 ... 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280