Book Title: Shraddhgun Vivaran
Author(s): Chaturvijay
Publisher: Jain Atmanand Sabha

View full book text
Previous | Next

Page 268
________________ ૨૩૦ શ્રાદ્ધગુણ વિવરણ, આપતા નથી, પરંતુ થાપણુ મુકવી છે એવા શબ્દ માત્રને સાંભળી તેની સાથે સારી રીતે આલાપસ લાપ કરે છે, ઉભા થાય છે, પ્રણામ કરે છે, કુશળ પુછે છે અને સ્થાન આપે છે, તેમજ હાથમાં કેવળ થાપણને જોઈ વાણીએ ધર્મ સંબંધી કથાઓ કરવા લાગે છે. આ સ્થાન તમારે સ્વાધીન છે, પરંતુ ઘણા કાળ સુધી થાપશુનુ પાલન કરવું મુશ્કેલ છે; દેશકાળ વિષમ છે તેપણ હું શ્રેષ્ઠ પુરૂષ! ત્હારા હુ દાસ છું, થાપણનું પાલન કરનાર અને પ્રશંસા કરવા લાયક આ ઉત્તમ દુકાન કાઇ વખત કલંકીત થઇ નથી, એ પ્રમાણે કાના જાણુ પુરૂષોએ ઘણી વખત અનુભવ કર્યો છે એ વાત તુ જાણતા નથી. એ વિગેરે મદમતિની પાસે પરસ્પર અસમજસ વર્ણન કરી આંતિરક મનોરથાથી ખુશી થતા તે પાપી સુવર્ણ ના સમૂહને ગ્રહણ કરે છે. તે પછી તે થાપણ પચાવવાથી ઉત્પન્ન થયેલા લેવડદેવડમાં અપરિમિત લાભ થવાથી અને કરિયાણાના સમૂહથી તે વેપારી કુબેરની હાંસી કરે છે, અને સસારરૂપ જીણુ મંદિરમાં ઉત્પન્ન થએલા ભયંકર મ્હાટા ઉંદરા જેવા તે કૃપણુપુરૂષા દાન તથા ઉપભાગથી રહિત એવા દ્રવ્યની રક્ષા કરવામાં હંમેશાં આન ંદ માને છે. હવે તે થાપણ મૂકનાર પુરૂષ દિશાઓમાં પરિભ્રમણ કરી ભવિતવ્યતાના યાગથી કોઈ પણ રીતે ધનથી અને જનથી રહિત થયેલેા ઘણા લાંબા કાલે પોતાના દેશને પ્રાપ્ત થયા. ત્યાં શકાયુક્ત થયેલા તે કપણું પુરૂષે કાઇને પુછ્યું કે તે મહાપુરૂષ કયાં ગયા ? તે સાંભળી કાઇ એક પુરૂષ તેની પાસે આવી આલ્યા કે તે મહાપુરૂષની વિભૂતિ તે આજકાલ કાંઇક જુદીજ દેખાય છે. આ પ્રમા ણે સાંભળી અત્યંત વિસ્મયથી મસ્તકને ધુણાવતા તે તેના ઘર પ્રત્યે ગયા, ત્યાં દ્રારમાં રોકાયેલા તે નિર્મુદ્ધિ અને જીણુ કપડાંવાળા ઘણા કાળ સુધી ત્યાંજ બેસી રહ્યા. પછી કોઇ પણ પ્રકારે ધીમે ધીમે ઘરમાં જઇ એકાંત મળતાં નામ, નિશાની પ્રકટ કરી તે પુરૂષે પાતાનું થાપણ મૂકેલું દ્રવ્ય તે શેઠીઆ પાસે માગ્યું એટલે તે શેઠીયા ભ્રભંગ પૂર્વક હાથને કપાવતા ખીજાના ઉપર ઢષ્ટિ રાખી તેના પ્રત્યે કહેવા લાગ્યા કે ઠંગ, પાપી અને આજીવિકા રહિત આ પુરૂષ કયાંથી આવ્યા છે. તુ કાણુ છે ? અથવા કાના પુત્ર છે ? ત્હારૂ દન પણ યાદ આવતુ નથી તેા ખેલવાની વાતજ શી ? અહો ! ઘણેા ખેદ છે કે કયારે ? કયા સ્થાનમાં ? કેવી રીતે ? કયા પુરૂજે કાણે શુ આપ્યુ હતુ તે તુ કહી દે ? તે પણ નિરંતર શંકાશીલ થયેલા પુરૂષે મ્હાટા પુરૂષાની અંદર આ જનને પ્રતીતિ કરાવવી તે દિવસ કહી દે અને તે દિવસે ચાપડામાં લખેલું સઘળુ તું પાતે જોઈ લે ! હું વૃદ્ધ થયા છું. દુકાનના બાજો પુત્ર ઉપર નાંખ્યા છે, માટે મ્હારૂ લખેલુ સઘળુ તે જાણે છે. એ પ્રમાણે તે શેઠીયાએ વિસર્જન કરેલા તે ધીરજ વગરના પુરૂષ તેના પુત્ર પાસે જાય છે. પુત્ર તરફથી ઉત્તર

Loading...

Page Navigation
1 ... 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280