Book Title: Shraddhgun Vivaran
Author(s): Chaturvijay
Publisher: Jain Atmanand Sabha

View full book text
Previous | Next

Page 270
________________ ૨૩૨ શ્રાદ્ધગુણ વિવરણ. औचित्याचरणं विलुम्पति पयोवाहं नभस्वानिव, प्रध्वंसं विनयं नयत्यहिरिव प्राणस्पृशां जीवितम् । कीर्ति कैरविणीं मतङ्गज इव प्रोन्मूलयत्यञ्जसा, मानो नीच इवोपकारनिवहं हन्ति त्रिवर्ग नृणाम् ॥२॥ શબ્દાર્થ –અહંકાર પવનની પેઠે મેઘરૂપ ઉચિત આચરણને લોપ કરે છે. સપની પેઠે પ્રાણીઓના છવિતરૂપ વિનયને નાશ પમાડે છે. હાથીની પેઠે કીર્તિરૂપ કમલનીને એકદમ મૂળથી ઉખાડી નાંખે છે. અને નીચની પેઠે મનુષ્યના ત્રિવગરૂપ ઉપકારના સમુહને નાશ કરે છે. અર્થાત અંહકાર રૂપ ક શત્રુ જેના અંત:કરણમાં નિરંતર વાસ કરી રહ્યા હોય તેવા પુરૂષના દયમાંથી વિનય પ્રમુખ ગુણે પલાયન કરી જાય છે. એ બીના વાસ્તવિક છે કારણકે એક સ્થાન માટે હમેશાં જ્યાં કટોકટી થઈ હોય તેવા સ્થાનને સજ્જન પુરૂષ પણ ક્ષણવારમાં ત્યાગ કરી નિરૂપાધિસ્થાનને આશ્રય લે છે. ૨ दृग्भ्यां विलोकते नोवं सप्ताङ्गैश्च प्रतिष्ठितः । स्तब्धदेहः सदा सोष्मा मान एव महागजः ॥३॥ શબ્દાર્થ:- સાતે રંગોથી સ્થિર થયેલે અક્ક શરીરવાળે અને હમેશાં ગરમીથી ભરેલે અહંકાર રૂપ મદન્મત્ત હાથી નેત્રે વડે ઉચુ પણ જોઈ શકતા નથી, અર્થાત જેમ હાથી પગ છાતી વિગેરે સાત અંગેથી સ્થિરથયેલ હોવાથી તેમજ અક્કડ શરીર હોવાને લીધે ઉચુ જોઈ શક્તો નથી, તેમ માની પુરૂષ પણ જાતિ, કુળ, રૂપ, ઐશ્વર્ય વિગેરે મદથી ઘેરએલ હોવાથી તેમજ અક્કડ શરીર અને અભિમાનની ગરમીને લઇને દૃષ્ટિ વડે ઉંચું જોઈ શક્તો નથી. ૩ માનને ત્યાગ થવાથી જ બાહુબલી મહર્ષિની પેઠે કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે. માટે આત્મહિતની ઈચ્છા રાખનાર વિવેકી પુરૂષે માનને અવશ્ય ત્યાગ કરે જોઈએ. હવે મદનું વર્ણન કરે છે–બળ, કુળ, ઐશ્વર્ય, રૂપ અને વિદ્યા વિગેરેથી અહંકાર કરવો અથવા બીજાને દબાવવાને કારણભૂત હોય તેને મદ કહેવામાં આવે છે. તે માટે કહ્યું છે કે સઘળા મનુષ્યના હૃદયમાં સ્થાન કરનાર એક મદરૂપ શત્રુ છે. કારણ કે જે નાથી આવેશવાળે થયેલ મનુષ્ય સાંભળી શક્તા નથી જોઈ શકતા નથી અને અક્કડ રહે છે. અર્થાત્ ખરી બીના સાંભળવામાં અને યથાર્થ વસ્તુ જેવમાં પ્રતિબંધક હોવાથી મનુષ્ય જાતિ માટે ખરે દુશ્મન માન જ છે. મિાન ધારણ કરવું,

Loading...

Page Navigation
1 ... 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280