________________
શાહગુણ વિવરણ. कल्पद्रुः पादपानां हरिरमृतभुजां चक्रवर्ती नराणाम् ,
धर्माणामन्यजन्तूपकृतिरपि तथा राजते ह्युत्तमत्वे ॥१३॥
શબ્દાથ–મણીઓમાં ચિતામણિરત્ન, હાથીઓમાં ઐરાવણહાથી, ગ્રહમાં ચંકમા, નદીઓમાં ગંગાનદી, પર્વતમાં મેરૂપર્વત, વૃક્ષમાં ક૯૫વૃક્ષ, દેવતાઓમાં વિષ્ણુ અને મનુષ્યમાં ચકવર્તી જેમ ઉત્તમપણે શેલે છે તેમ સમગધર્મોમાં પોપકાર ધમ પણ ખરેખર ઉત્તમોત્તમ પણે શોભે છે. | 3
એ પ્રમાણે આચાર્યને ઈષ્ટઉપદેશ શ્રવણકરી પ્રસન્ન મનવાલા રાજાએ આગ્રહ પૂર્વક યથોચિત ઉપકાર કરવા રૂપ ધર્મને ગ્રહણ કર્યો. તે પછી અરિષ્ટપુર નામના નગરમાં પરિભ્રમણ કરતાં વીરવૃત્તિનું આચરણ કરવામાં નિપુણ હૃદયવાળા તે ભૂપતિએ સાક્ષાત્ ઉત્તમશરીરવાળા અને રાજાના સુભટ સમુદાયથી વધ્યભૂમિ પ્રત્યે લઈ જવાતા એક મનુષ્યને જોઈ વિચાર કર્યો કે ખરેખર ખેદ કરવા જેવું છે કે મહારા જોતાં આ પુરૂષને નિર્દયપણે કેવી રીતે મારે છે? એ મહારે જોવાનું છે. એમ વિચાર કરતાં અત્યંત કરૂણ યુક્ત થએલા રાજાએ તે સઘળા સુભટના દેખતાંજ તે પુરૂષને પ્રબળ હાથથી ઉપાડી એકદમ આકાશ પ્રત્યે ચાલ્યો ગયો અને બીજાથી ન જિતાય એવા પરાક્રમવાળા તેમજ જેના આગમનની પ્રાર્થના કરાય છે તેવા રાજાએ ક્ષણવારમાં સાતમાળવાળું પિતાની નગરીમાં રહેલું વાસભવન ભૂષિત કર્યું. તે પછી રાજાનું આગમન થએલું જાણું ઉલ્લાસવાળા પરિવારથી વીંટાએલે રાજા જેટલામાં સભાજન વિગેરે કિયાને કરવા તત્પર થાય છે તેટલામાં યુવરાજની સાથે ભેગાથએલા સઘળા સાંમતે અને જાણે હર્ષથી ઉલ્લાસ પામેલા સમુદ્ર ન હોય તેવા નગરના લેકેએ પણ મસ્તકને પૃથ્વી સાથે મેળવી પ્રેમપૂર્વક રાજાને નમસ્કાર કર્યો અને બહુમાન પૂર્વક કુશળવાર્તા પુછી. આ પ્રમાણે આનંદેત્સવ થઈ રહ્યો છે તે વખતે અવસર પામી પવિત્ર વર્તનવાળા મંત્રીઓએ બે હાથ જોડી વિનંતિ કરી કે હે દેવી! કયા કાર્ય માટે આટલા કાળ સુધી કઈ દિશાને આપે પવિત્ર કરી તે હમારા આનંદની વૃદ્ધિ માટે પ્રસન્ન થઈ હમને કહી સંભળાવો” આ સાંભળી હારે આત્માનાગુણ ગ્રહણ કરવા રૂપ પાપ કેમ કરવું જોઈએ ? એમ વિચાર કરી લજાવાળો રાજા જેટલામાં મન ધારણ કરે છે તેટલામાં રાજાની આગળ ઉભેલા કેઈ એક રૂપવાન પુરૂષ પ્રધાન કાન્તિવાળો મેતીને હાર રાજાને અર્પણ કર્યો. એટલે રાજાએ પુછયું કે–તું કેણ છે? મને હાર આપવામાં શું કારણ છે? તે એકદમ પ્રગટ પણે કહીદે આપ્રમાણે આદેશથતાં તે પુરૂષે જણાવ્યું કે--હે મહારાજ? ગુણરૂપલક્ષ્મીથી શોભનારા આ હારને અર્પણ કવાનું કારણ વિગેરે વૃત્તાંત હું કહું છું, તે તમે ધારણ કરે. એ પ્રમાણે કહી વૃત્તાંત શરૂ કર્યું.