Book Title: Shraddhgun Vivaran
Author(s): Chaturvijay
Publisher: Jain Atmanand Sabha

View full book text
Previous | Next

Page 275
________________ પરચશિત ગુણવણન. , ૨૩૭ जितेन्द्रियत्वं विनयस्य कारणं गुणप्रकर्षों विनयादवाप्यते। गुणानुरागेण जनोऽनुरज्यते जनानुरागःप्रभवा हि संपदः॥३॥ | શબ્દાર્થ – જિતેંદ્રિયપણું વિનયનું કારણ છે, વિનયથી ગુણોને પ્રક પ્રાપ્ત કરાય છે. ગુણાનુરાગથી લેક રાગી થાય છે અને લોકેના અનુરાગથી ઉત્પન્ન થનારી સંપદાઓ પ્રાપ્ત થાય છે. તે ૩. સંગ્રામમાં મેળવેલા જયથી પણ ઈદ્રિયને જય મહેઢે ગણાય છે, એટલે ઈદ્રિને જય મેળવવું ઘણું મુશ્કેલ છે. તે આ પ્રમાણે છે– સે મનુષ્યોમાં એક શૂરવીર, હજારમાં એક પંડિત અને લાખોમાં એક વક્તા હોય છે, પરંતુ દાનેશ્વરી તે હોય ખરો અથવા ન પણ હોય, અર્થાત્ દાનેશ્વરી દુલભ હોય છે. યુદ્ધમાં જય મેળવવાથી શૂરવીર, વિદ્યાથી પંડિત, વાક્યાતુર્યથી વક્તા અને ધન દેવાથી કાંઈ દાતાર કહેવાતું નથી, પરંતુ ઇન્દ્રિયને જિતવાથી શૂરવીર, ધર્મનું આસેવન કરવાથી પંડિત, સત્ય ભાષણ કરનાર વક્તા અને ભય પામેલ જંતુઓને અભયદાન આપનાર દાનેશ્વરી, ગણાય છે. ઈદ્રિના પ્રસંગથીજ મનુષ્ય અવશ્ય દેષ સેવે છે. અને તેજ ઇંદ્રિયને વશ કરવાથી મનુષ્ય અનુક્રમે સિદ્ધિ મેળવે છે. પુરૂષનું બનાવેલું શરીર તે રથ છે, આત્મા નિયંતા (સારથી) છે. આ રથના ઘડા ઈદ્રિયે છે તે ઇંદ્રિયરૂપ શ્રેષ્ઠ અને કુશળ ઘેડાઓને સાવધાન થઈ દમનાર પુરૂષ સુખેથી ધીર પુરૂષની પેઠે ઈચ્છિત સ્થાનમાં પહોંચે છે. ચક્ષુદ્ધિને વિજ્ય મેળવવામાં લક્ષમણને દષ્ટાંત છે, તે આ પ્રમાણે છે–સીતાને કુંડલ, કંકણું વિગેરે છે ઈત્યાદિ પ્રશ્ન થતાં લમણે જવાબ આપે કે-હું કુંડલેને કે કંકણને જાJતે નથી પરંતુ હમેશાં તેણના ચરણકમળમાં વંદન કરતો હોવાથી ઝાંઝરે છે, તે હું જાણું છું. વળી સંપૂર્ણ ઇંદ્રિયેના જયનું મૂળ કારણ જીલ્ડા ઈદ્રિયને જય છે અને તે જીલ્ડા ઇન્દ્રિયને જય કરે છે તો તેવા પ્રકારના ઉચિત આહાર અને સંભાષણથી કરવો જોઈએ. નિંદા નહીં કરવા લાયક કર્મથી પ્રાપ્ત થએલો તેમજ પ્રમાણે પેત અને શ્રેષ્ઠ કિયાઓમાં પ્રવૃત્તિ કરવા માટેજ આહાર કરવો ઉચિત ગણાય છે. તે માટે કહ્યું છે કે— आहारार्थ कर्म कुर्यादनिंद्यं भोज्यं कार्य प्राणसंधारणाय । प्राणाधार्यास्तत्त्वजिज्ञासनाय तत्त्वं ज्ञेयं येन भूयो न भूयात् ॥४॥ શબ્દાર્થ –આહાર માટે અનિંદ્ય કર્મ કરવું, પ્રાણેને ધારણ કરી રાખવા માટે ભેજન કરવું, તની જિજ્ઞાસા માટે જ પ્રાણેને ધારણ કરી રાખવા અને તત્વને જાણવું કે જેથી ફરી જન્મ લેવજ ન પડે. ૪

Loading...

Page Navigation
1 ... 273 274 275 276 277 278 279 280