Book Title: Saddha Jiyakappo Author(s): Naybhadravijay Gani Publisher: Param Dharm View full book textPage 4
________________ ગxis - viji, પ્રસ્તાવના જન્મ જરા અને મૃત્યુથી વ્યાપ્ત એવા ચતુર્ગતિમય સંસારમાં અનાદિકાળથી અનંત આત્માઓ પરિભ્રમણ કરી રહ્યા છે. પ્રત્યેક જીવો સુખની અપેક્ષાવાળા હોવા છતાં સૌથી વધુ દુઃખો ભોગવી રહ્યા છે. આ અનંત દુઃખમય સંસારથી મુક્ત થવા માટે અને આત્માના વાસ્તવિક સુખને અનુભૂતિનો વિષય બનાવવા માટે કરુણાના સાગર પરમતારક વીતરાગ પરમાત્માઓએ ધર્મતીર્થની સ્થાપના કરીને આપણા ઉપર મહાન ઉપકાર કરેલો છે. પરમ પુણ્યોદયે પ્રાપ્ત થયેલા દુર્લભ અને ઉત્તમ મનુષ્યજન્મને સફળ બનાવવા માટે સાધુધર્મ સિવાય બીજો કોઇ ઉપાય નથી અને સાધુજીવન પામ્યા પછી સાધુજીવનની નિર્મળ સાધના કરવા માટે ગુરુકુલવાસ, ગુરુકૃપા, શાસ્ત્રાભ્યાસ અત્યંત જરૂરી છે. પર્યાય અને પરિણતિ દ્વારા યોગ્યતા પ્રાપ્ત થયા બાદ યોગોદ્વહન કરવાપૂર્વક આગમનો અભ્યાસ કરવાનો હોય છે અને આગમના અભ્યાસ દ્વારા વિશુદ્ધ પરિણતિના સ્વામી બની આત્મવિકાસ સાધવાનો હોય છે. ઉત્સર્ગમાર્ગના આગમશાસ્ત્રનો અભ્યાસ કરનારા મહાત્માઓને છેદસૂત્રોનો અભ્યાસ ગુરુભગવંત યોગ્યતા જોઇને કરાવતા હોય છે. જૈન શાસનમાં છેદસૂત્રનું ઘણું મહત્ત્વ છે. દીશાપર્યાય સાથે પરિણત હોય અને ગુર્વાશામાં વ્યવસ્થિત હોય તેને જ અત્યંત ગંભીર એવા છેદસૂત્રનું અધ્યયન કરાવવામાં આવે છે. યોગ્ય અને પરિણત શિષ્યને અધ્યયન કરાવવામાં ન આવે તો ગુરુને ચતુર્ગુરુ પ્રાયશ્ચિત્ત આવે છે. અપાત્ર વગેરેને અધ્યયન કરાવવામાં આવે તો પણ ગુરુને ચતુર્ગુરુ પ્રાયશ્ચિત આવે છે. एतेषामप्राप्ताऽपात्राऽव्यक्तानां वाचनां-श्रुतपाठनरूपां यो ददाति उद्देशसमुद्देशानुज्ञां वा करोति तस्य चतुर्गुरवः । तथा प्राप्तपात्रव्यक्तानां च यो वाचनां न ददाति उद्देशादींश्च न करोति तस्यापि चतुर्गुरवः । કુલ ૪૫ આગમો વર્તમાનમાં છે. તેમાં છ છેદગ્રંથો છે. દશાશ્રુતસ્કંધ, વ્યવહાર, બૃહત્કલ્પ, નિશીથ, મહાનિશીથ અને જીતકલ્પ. કેટલાકના મતે પંચકલ્પ છેદસૂત્રોમાં ગણાય છે. પરંતુ તેનો લોપ થયા બાદ જીતકલ્પને છેદસૂત્રમાં માન્ય કરેલ છે. આ છ છેદસૂત્રોમાં બૃહત્કલ્પ, વ્યવહાર, નિશીથ આ ત્રણ છેદસૂત્રો આકર ગ્રંથો છે. મૂલસૂત્રો અને તેની નિર્યુક્તિઓ પર ભાષ્યો લગભગ લખાયાં છે. જ્યારે જીવકલ્પભાષ્ય ફક્ત મૂલસૂત્ર ઉપર છે. તેની ઉપર નિર્યુક્તિ લખાયેલી નથી. વર્તમાનમાં છેદસૂત્રો ઉપર લખાયેલાં ભાષ્યોમાં નિર્યુક્તિ અને ભાષ્ય બંને મળીને એક ગ્રંથરૂપ બની ગયા છે.નિશીથસૂત્રનો અભ્યાસ કરેલા મુનિવરો જઘન્ય ગીતાર્થ ગણાય છે અને તેનો અભ્યાસ કર્યા વિના સ્વતંત્ર વિહાર કરવાનો અધિકાર નથી. આવા ગંભીર અને ઉત્તમ શ્રુતનું અધ્યયન મુનિવરો સુંદર રીતે કરી શકે તે માટે પૂર્વના પૂજ્ય પુરુષોએ ખૂબ પ્રયત્ન કરેલો છે.Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 122