________________
નિંદીશ્વર જતા ચારણોને પાણીની વિરાધનાનો અભાવ
57
इत्यलं प्रसक्तानुप्रसक्त्या। कश्चित्तु स्वकुललघुकरणावाप्तलघुजिन्नामा चारणश्रमणानां शक्तिमात्रेणैवेयं गतिविषयोक्तिः, न तु केऽपि नन्दीश्वरादौ गता गच्छन्ति यास्यन्ति वा, अन्यथा षोडशसहस्रयोजनोच्छ्रितलवणवेलाजले गच्छतां तेषां जलजीवादिविराधनया चारित्रमन्त:प्लवेतेति मुग्धवञ्चनकुतुहली भुजमुत्क्षिप्याह। स तु कृतान्तकोपेनैव निहन्तव्यः, चारणश्रमणानां सातिरेकेण सप्तदशसहस्रयोजनान्युर्ध्वमुत्पत्यैव तिर्यग्गतिप्रवृत्तेः सिद्धान्तेऽभिधानात् । तथा च समवायसूत्रम् → इमीसे णरयणप्पभाए पुढवीए बहुसमरमणिज्जाओ भूमिभागाओ साइरेगाई सत्तरसजोयणसहस्साइं उड्डे उप्पइत्ता तओ पच्छा चारणाणं तिरियं गती पवत्तइ[सू. १७/४] त्ति । उक्तश्चारणवन्द्यताऽधिकारः॥ ८॥ अथ देववन्द्यतामधिकृत्य देवानां शरणीकरणीयतया भगवन्मूर्तिमभिष्टौति
अर्हच्चैत्यमुनीन्दुनिश्रिततया शक्रासनक्ष्मावधि,
प्रज्ञप्तौ भगवान् जगाद चमरस्योत्पातशक्तिं ध्रुवम् । जैनी मूर्त्तिमतो न योऽत्र जिनवजानाति जानातु क
स्तं मर्त्य बत शृङ्गपुच्छरहितं स्पष्टं पशु पण्डितः ॥९॥
નંદીશ્વરદ્વીપવગેરે સ્થાનોએ કોઇ ચારણમુનિ ભૂતકાળમાં ગયા નથી. વર્તમાનમાં જતા નથી અને ભવિષ્યકાળમાં જવાના નથી, કારણ કે નંદીશ્વરઆદિપર જતા વચ્ચે લવણસમુદ્ર આવે છે. આ લવણસમુદ્રના મધ્યના ૧૦,૦૦૦ યોજનમાં ૧૬,૦૦૦ યોજન ઊંચી જળશિખા નીકળે છે. નંદીશ્વરદ્વીપ જતી વખતે અવશ્ય આ શિખામાંથી પસાર થવું પડે. હવે જો ચારણમુનિઓ નંદીશ્વરઆદિમાં જવા આ શિખામાંથી પસાર થાય તો તેઓથી અવશ્ય જળના જીવો=અપ્લાયની વિરાધના થાય અને અપ્લાયની વિરાધનામાં પહેલા પ્રાણાતિપાતવિરમણ મહાવ્રતનો ભંગ થાય. આ પહેલું મહાવ્રત ચારિત્રનો પ્રાણ છે. (બીજા મહાવ્રતો પણ પ્રથમ મહાવ્રતની રક્ષા માટે છે.) આમ પ્રથમ મહાવ્રતના નાશમાં ચારિત્રનો જ નાશ થાય. (જંબુદ્વીપ અને ધાતકીખંડની વચ્ચે લવણસમુદ્ર છે. આ સમુદ્ર દરેક દિશામાં બે બે લાખ યોજનના વિસ્તારવાળો છે. જંબુદ્વીપ અને ધાતકીખંડ આ બન્ને તરફથી લવણસમુદ્રના મધ્યભાગ તરફ જતા જળસપાટી ઊંચી ઊંચી થતી જાય છે. આમ બન્ને દ્વીપ તરફથી સમુદ્રના મધ્યભાગ તરફ ૯૫,૦૦૦ યોજન સુધી આ સપાટીની વૃદ્ધિ થાય છે. આમ વચ્ચેના ૧૦,૦૦૦ યોજન બાકી રહે ત્યાં સુધીમાં જળસપાટીની ઊંચાઈ ૭૦૦યોજન વધે છે. અને બરાબર મધ્યના ૧૦,૦૦૦ યોજનના વલયમાં આ જળસપાટી ૧૬,૦૦૦ યોજન જેટલી વધી જાય છે. આને જળશિખા કહે છે.)
ઉત્તરપક્ષ - તમારી આ દલીલ કૃતાંતકોપ=સિદ્ધાંત વિરોધ દોષથી જ વિનાશયોગ્ય છે. આવી દલીલ કરીને તમે સ્વકુળ-પક્ષને લઘુત્રનબળો પાડીને સ્વનામને સાર્થક કરો છો. અર્થાત્ તમારા આ વચનો માત્રમુગ્ધજીવોને જ ભોળવી શકે તેવા છે. આગમમાં કહ્યું છે કે – “ચારણશ્રમણો સાધિક ૧૭,૦૦૦ યોજન જેટલું ઊંચે ગયા પછી જ તીરછી ગતિ કરે છે. તેથી તે શ્રમણોને નંદીશ્વરદ્વીપ જતાં લવણને ઓળંગતી વખતે જળશિખામાંથી પસાર થવું પડતું નથી. તેથી અપ્લાયની વિરાધનાનો પ્રસંગ આવતો જ ન હોવાથી તેમના પ્રથમ મહાવ્રત કે ચારિત્રના ભંગની આપત્તિ નથી.
પ્રશ્ન - ચારણોની ઉર્ધ્વગતિ અંગે ક્યા આગમમાં વાત છે?
ઉત્તર :- જુઓ! સમવાયાંગ સૂત્રમાં કહ્યું જ છે કે – “ચારણો આ રત્નપ્રભા પૃથ્વીની બહુસમ અને રમણીય ભૂમિતલપરથી સાતિરેક ૧૭,૦૦૦ યોજન ઉર્ધ્વ ઉત્પાત કર્યા બાદ તિરછી ગતિ કરે છે.” આ પ્રમાણે ચારણશ્રમણો જિનપ્રતિમાને સાદર નમ્યા છે તે વાત સિદ્ધ થઇ. / ૮ ..