________________
નિશ્ચયથી પૂજા બંધમાં અકારણ
277
न्यूनाधिकभावं नियमयतीति । एवं सूक्ष्मेक्षिकायां प्रशस्तहिंसा पुण्यावहापि न स्यादिति चेत् ? इदमित्थमेवेत्याहइत्थमियं व्यवहारपद्धतिः-व्यवहारनयसरणिर्गौणी प्रशस्तहिंसायाः पुण्यबन्धहेतुत्वस्यापि 'घृतं दहति' इति न्यायेनैवेष्टत्वात्। निश्चये निश्चयनये तु विचार्यमाणे हिंसा वृथैवान्यतरबन्धस्याप्यहेतुत्वात्, केवलं एक एव भाव: फलदः-प्रशस्तोऽप्रशस्तो वा प्रशस्तमप्रशस्तं फलं जनयितुं समर्थ इत्यर्थः॥
___अत एव कामभोगानाश्रित्योत्तराध्ययनेऽप्युक्तं → न कामभोगा समयं उवेंति, ण यावि भोगा विगयं उति। जो तप्पओसे य परिग्गहे य, समो जो तेसु स वीअरागो त्ति'।[३२/१०१] अत एव च विषयेष्वपि सत्तत्त्वचिन्तयाऽभिसमन्वागमनं बन्धकारणमुक्तमाचारे । एवंविधः समाधिः पूर्वभूमिकायां न भवत्येवेति चेत् ? न, सर्वथाऽभावस्य वक्तुमशक्यत्वात्। सम्यग्दर्शनसिद्धियोगकाल एव प्रशमलक्षणलिङ्गसिद्धेरनुकम्पादीनामिच्छा
ઉત્તરપક્ષઃ- દુર્ગતનારીના દૃષ્ટાંતથી આનો ઉત્તર અપાઇ ગયો જ છે. (દુર્ગતનારીને દ્રવ્યસ્તવક્રિયાની પૂર્વે રહેલા શુભભાવથી જ કલ્યાણની પ્રાપ્તિ થઇ છે.) વળી એવો ક્યો મંત્ર છે કે જે પૂર્વાપરભાવથી ન્યૂનતા કે અધિકતા ઊભી કરી શકે? અર્થાત્ પૂર્વકાલીનભાવમાં એટલી ન્યૂનતા કે જેથી તે ઉત્તરકાલીનક્રિયાને પ્રશસ્ત ન બનાવી શકે, અને ઉત્તરકાલીનભાવમાં એટલી અધિક્તા કે જે પૂર્વકાલીન ક્રિયાને પ્રશસ્ત બનાવી શકે – એવું માનવામાં કોઇ નિયામક નથી. (“સ્પર્વે પર એ ન્યાયથી અલબત્ત, જો ઉત્તરકાળે બળવત્તર વિપરીત ભાવ ઊભો થાય, તો તે ભાવ પૂર્વકાલીન ભાવથી રંગાયેલી ક્રિયામાં પણ અન્યથાપણું આપાદિત કરી શકે, જેમાં મમ્મણશેઠની પૂર્વભવની દાનક્રિયા દૃષ્ટાંતરૂપ છે. પરંતુ ઉત્તરકાળે તે ક્રિયાયોગને અંગે બળવત્તર વિપરીતભાવ ઊભો થાય તો પણ, પૂર્વકાલીનભાવ એ પૂર્વે તો નિશંકપણે ક્રિયાને સ્વસ્વરૂપથી રંગી શકે છે- એમ ભાસે છે.)
નિશ્ચયથી પૂજા બંધમાં અકારણ શંકાઃ- આમ જો બહુ સૂક્ષ્મ દૃષ્ટિથી વિચારણા કરશો, તો પ્રશસ્ત હિંસાને પુણ્યમાં પણ કારણ માની શકાશે નહિ, કારણ કે સર્વત્ર ભાવ જ પ્રધાન થશે.
સમાધાન - એમ જ છે. અમે જે વાત કરી એ વ્યવહારનયની પદ્ધતિને આગળ કરી, કરી. કારણ કે “ધી બાળે છે એ ન્યાયથી જ પ્રશસ્ત હિંસાને પુણ્યબંધના હેતુતરીકે ગણાવી શકાય. અર્થાત્ કારણમાં કાર્યનો ઉપચાર કરીને જ હિંસાદિયાને કર્મબંધમાં હેતુ દર્શાવી શકાય... પણ આ ઔપચારિક હોવાથી ગૌણ છે. કારણ કે ભાવથી મળતા ફળનો ક્રિયામાં ઉપચાર કરીને ક્રિયાને ફળદ સ્વીકારી છે. નિશ્ચયનયથી વિચારવામાં આવે તો, હિંસાક્રિયા તો વૃથા= અવર્જનીય જ છે. માત્ર ભાવ જ ફળદાતા છે. પ્રશસ્તભાવ પ્રશસ્ત ફળ આપે, અપ્રશસ્તભાવ અપ્રશસ્ત ફળ
આપે.
તેથી જ, કામભોગીને આશ્રયી ઉત્તરાધ્યયનમાં પણ કહ્યું છે – “કામભોગો નથી સમતા લાવતા કે નથી વિકૃતિ પેદા કરતા. જે વ્યક્તિ પોતે તેમાં(=કામભોગોમાં) પ્રષ અને પરિગ્રહ(=મૂચ્છી) અંગે સમાન છે (અર્થાત્ દ્વેષ કે રાગ કરતો નથી.) તે જ વીતરાગ છે. તેથી જ આચારાંગમાં પણ કહ્યું છે કે – “વિષયોમાં સ્વતત્ત્વચિંતન દ્વારા (કે સત્ તત્ત્વચિંતનદ્વારા) ચારે બાજુથી પ્રવર્તન જ કર્મબંધનું કારણ છે.”
શંકા - નિશ્ચયનયની આ વાતો ઊંચી ભૂમિકાવાળા માટે બરાબર છે. પણ પૂર્વભૂમિકામાં રહેલામાટે આવી સમાધિ(=વિષયોમાં સમભાવે પ્રવર્તવું વગેરેરૂ૫) સંભવે નહિ. (પૂર્વભૂમિકાવાળો તો જ્યારે જેવા વિષયોમાં પ્રવૃત્ત થાય, ત્યારે તેવા રાગાદિ ભાવો કરી બેસે. માટે જ વૈરાગ્યની પ્રાથમિક ભૂમિકા વિષયત્યાગની બતાવી છે. આ જ પ્રમાણે પૂજાવખતે પુષ્પાદિ વિરાધના વખતે એ શ્રાવક વિરાધનાના ભાવમાં આવી જશે, તો પ્રશસ્ત ભાવમાં કેવી રીતે રહેશે? આવું તાત્પર્ય લાગે છે.)