________________
110
પ્રતિમાશતક કાવ્ય-૭૬)
त्यर्थः, यां द्राक्-शीघ्रं प्रत्यभिज्ञाय विहिता-कृता पूजा विशिष्टफलदा स्यात्, विशिष्टं फलं आकारमात्रालम्बनाध्यवसायफलातिशायि, तथा च प्रतिष्ठितविषयकं यथार्थं प्रत्यभिज्ञानमेव पूजाफलप्रयोजकमिति। तेनास्यां प्रतिष्ठायां गुणवता प्रशस्तगुणानां कर्तृणामधिकारिता शुद्धस्य-विशिष्टस्याशयस्य स्फूर्तये, विशिष्टगुणवत्प्रतिष्ठितेयमिति प्रत्यभिज्ञाने विशिष्टाध्यवसायस्य प्रत्यक्षसिद्धत्वात्, वैगुण्ये तु-प्रतिष्ठाविधिसामग्र्यसम्पत्तौ तु तत:-प्रत्यभिज्ञानात् स्वतोऽपि उपनताद्-बाह्यसामग्री विना मनसोऽप्युपस्थितात् प्रतिष्ठाफलमिष्टम्। तदुक्तं विंशिकायां→ 'थंडिल्ले वि हु एसा मणठवणाए पसत्थिगा चेव। आगासगोमयाईहि इत्थमुल्लेवमाइहिं'॥ [८/ આ સમાપત્તિ થવામાં આલંબન બને છે. તેથી આ સમાપત્તિ જ પ્રતિમામાં પ્રતિષ્ઠિતપણાના વ્યવહારની જનની બને છે. (નિરૂપ ઇત્યાદિનું પદકૃત્ય-સ્વ=સમાપતિ. તેનો નિરુપક=ઓળખાવનાર=સંબંધીજે સ્થાપ્ય=ઋષભદેવઆદિતીર્થકર. તેની સ્મૃતિવગેરેમાં આલંબન બનતી પ્રતિમામાં આલંબનત્વ છે. સમાપત્તિ પ્રતિષ્ઠિતત્વવ્યવહારની જનની છે. અર્થાત્ સમાપત્તિ કારણ છે. પ્રતિષ્ઠિતત્વવ્યવહાર કાર્ય છે. પ્રતિષ્ઠિતત્વવ્યવહાર પ્રતિમામાં લેવાનો છે. એટલે કે કાર્યનું અધિકરણ પ્રતિમા છે. નૈયાયિકો કાર્ય અને કારણને સમાનાધિકરણ માને છે. તેથી ઉપરોક્ત વ્યવહારમાં કારણભૂત આત્મનિષ્ઠ સમાપતિને પણ કાર્યાધિકરણ=પ્રતિમામાં લાવવી પડે. અને તેમાટે સંબંધ શોધવો પડે. પ્રસ્તુતમાં સમાપત્તિનિરૂપકસ્થાપ્ય(=પરમાત્મા. તેની સ્મૃતિ વગેરેમાં) આલંબનત્વવતી (=આલંબન) પ્રતિમા છે. તેથી સ્વનિરુપક ઇત્યાદિ સંબંધથી સમાપત્તિ પણ પ્રતિમામાં આવશે.) આમ અરિહંતની પોતાનામાં થતી ભાવસમાપત્તિમાં આલંબન થતી પ્રતિમામાં એવો ઉપચાર કરી પ્રતિમાને પ્રતિષ્ઠિત ગણવાની છે. પ્રતિમામાં કરેલી આ પ્રતિષ્ઠાનું શીધ્ર પ્રત્યભિજ્ઞાન કરીને કરાતી પૂજાવિશિષ્ટ ફળ આપનારી બને છે. અહીં પ્રતિમામાં પરમાત્માના આકારમાત્રની તુલ્યતાને આગળ કરી ઊભા થયેલા અધ્યવસાયો સામાન્ય કોટિના છે. જ્યારે પ્રતિમામાં “આ પ્રતિષ્ઠિત પ્રતિમા ભાવસમાપત્તિમાં આલંબન છે” અથવા “પરમાત્માથી પ્રતિષ્ઠિત છે' ઇત્યાદિ થતી પ્રત્યભિજ્ઞાથી પ્રગટતા અધ્યવસાયો અતિશાયી=પ્રબળતર બને છે. અધ્યવસાયની આ પ્રબળતરતા સુંદરતર ફળ દેનારી બને છે. આમ પ્રતિમામાં થતી પરમાત્માથી પ્રતિષ્ઠિતા એ વિષયક યથાર્થ પ્રત્યભિજ્ઞા જ પૂજાના ફળમાં નિયામક છે. તેથી પ્રશસ્ત ગુણોથી છલકાતી વ્યક્તિ પ્રતિષ્ઠાવિધિનો અધિકારી છે. કારણકે ગુણવાન વ્યક્તિએ કરેલી પ્રતિષ્ઠા પછી એ પ્રતિષ્ઠિત પ્રતિમાને જોઇ થતી પ્રત્યભિજ્ઞાથી જ વિશિષ્ટ અધ્યવસાયો પ્રગટે છે. દેખાય જ છે કે પ્રતિષ્ઠિત પ્રતિમાને પૂજતી વ્યક્તિને આ પ્રતિમા વિશિષ્ટ ગુણવાન મહાનુભાવે પ્રતિષ્ઠિત કરી છે એવી થતી પ્રત્યભિજ્ઞા વિશિષ્ટ શુભભાવમાં હેતુ બને છે.
શંકા - પ્રત્યભિજ્ઞામાત્રથી વિશિષ્ટભાવ અને ફળ કહેવામાં કોઇ કારણ?
સમાધાનઃ- “આ પ્રતિમા અરિહંતસ્વરૂપ છે” ઇત્યાદિ પ્રત્યભિજ્ઞાન થવાથી વધુ શુભ અધ્યવસાય પ્રગટે એ પ્રત્યક્ષસિદ્ધ છે. “આ પરમાત્માનો આકાર છે” એ અને “આ પરમાત્મમય છે' આ બે જ્ઞાનમાં ઘણો મોટો તફાવત છે. એકમાં પરમાત્માનો પરોક્ષ બોધ છે. બીજામાં પરમાત્માનો સાક્ષાત્કાર છે. અને સ્વાભાવિક છે કે પરમાત્માના સાક્ષાત્કારમાં વધુ ઊંચા અધ્યવસાયો જાગે. તથા વધુ ઊંચા અધ્યવસાયો વધુ શ્રેષ્ઠ ફળ આપે એ પણ સર્વમાન્ય વાત છે. આમ પ્રત્યભિજ્ઞાન પૂજાના ફળમાં પ્રયોજક બને છે. આ પ્રત્યભિજ્ઞાનમાં પરમાત્માની પ્રતિમામાં કરેલી પ્રતિષ્ઠા પ્રયોજક છે. તેથી પ્રતિમામાં પણ પ્રતિષ્ઠા ઇષ્ટ છે. પરમાત્માને આત્મભવનમાં હૃદયસિંહાસન પર પ્રતિષ્ઠિત કરતી વખતે જ વચનોચ્ચારઆદિ વિધિથી પ્રતિમામાં પણ તે પ્રતિષ્ઠા કરવામાં આવે છે.
પ્રતિષ્ઠાવિધિવગેરે બાહ્ય સામગ્રીથી અસંપન્ન પ્રતિમામાં મનથી પણ પ્રતિષ્ઠાઆદિનું સ્મરણ થઇ શકે છે. અર્થાત્ અયથાર્થ પ્રતિષ્ઠાવિધિસ્થળે કે અવિધિસ્થળે પણ શુદ્ધપ્રતિષ્ઠાવિધિ આદિની માનસિક કલ્પના કરી પ્રત્યભિજ્ઞા