________________
જિનપૂજાવગેરેના વિશિષ્ટ લાભો
[191. 'वैतृष्ण्याद्'इति। धनतृष्णाविच्छेदादपरिग्रहस्य-अपरिग्रहव्रतस्य दृढता भवति। तथा दानेन कृत्वा धर्मोन्नतिर्भवति। विहितं च तज्जिनभवनकारणे पूर्वाङ्गम्- 'तत्रासन्नोऽपि जनोऽसम्बन्ध्यपि दानमानसत्कारैः। कुशलाशयवान् कार्यो नियमाद्बोध्यङ्गमयमस्य'षोडशक ६/६] इत्यादिना । तथा (सद्धर्मव्यवसायतो) मलिनारम्भानुबन्धस्य छिदा-प्रासादादीतिकर्तव्यताऽनुसन्धाने सदारम्भाध्यवसायस्यैव प्राधान्यादितरस्यानुषङ्गिकत्वात्, तत्प्रवाहप्रवृत्त्यैव वंशतरणोपपत्तेः। आह च- ‘अक्षयनीव्या ह्येवं ज्ञेयमिदं वंशतरकाण्डम् ॥ इति षोडशक ६/ १५ उत्त०] तथा चैत्यानत्यर्थमुपनम्रा:-उपनमनशीला ये साधवस्तेषामेकदेशे देशनोद्यतानां यानि वचांसि, तेषामा
કાવ્યર્થ - (દ્રવ્યસ્તવ કરવાથી) (૧) ધનની તૃષ્ણા વિલય પામે છે. તેથી અપરિગ્રહવ્રત દઢ બને છે. (૨) દાન દેવાથી ધર્મની ઉન્નતિ થાય છે. (૩) સદ્ધર્મના ઉદ્યમથી મલિનઆરંભના અનુબંધનો છેદ થાય છે. તથા (૪) ચેત્યના નમનઅર્થે આવેલા સાધુઓના ઉપદેશવચનના શ્રવણથી કર્ણયુગલ અમૃતમગ્ન બને છે અને (૫) પરમાત્માના વદનકમળના પ્રિયદર્શનથી નયનયુગલ સુધારસમાં મગ્ન બને છે.
જિનપૂજા વગેરેના વિશિષ્ટ લાભો (આલોકના કોઇ સુખની ઇચ્છા વિના ધનનો પરમાત્મભક્તિમાં વ્યય કરનારાને ધનવગેરે કરતાં ધર્મવગેરેની, પૈસા કરતા પરમેશ્વરની મહત્તા વધુ દેખાય છે, “ધન એ નાશ પામી જનારું અને બધા અનર્થનું મૂળ હોવાથી છોડવા જેવું છે' એવી બુદ્ધિ પ્રગટે છે. તેથી ધનવગેરેપરની મમતા-આસક્તિ તૂટે છે. અનાસક્તિરૂપ અપરિગ્રહભાવ પ્રગટ થાય છે. આ ભાવ પ્રબળ બને એટલે સર્વથા ધનનો ત્યાગ કરે, એન બની શકે તો ધનના ભારને સાપનો ભારો માની પરિગ્રહ પરિમાણ(=મર્યાદા) કરે. આમ) દ્રવ્યસ્તવમાં ધનનો વ્યય અપરિગ્રહ વ્રતને દઢ કરે છે. વળી, ઉત્કૃષ્ટ પરિગ્રહના ત્યાગી અને ઉપદેશક જિનના દર્શનઆદિથી “પરિગ્રહ છોડવા જેવો છે એવી આ પ્રભુની આજ્ઞા છે એવું યાદ આવવાવગેરે દ્વારા પણ અપરિગ્રહભાવના દઢ બને છે. (૨) “દાન એ ધર્મોન્નતિનું મહાન કારણ છે, એટલે જિનભવન=દેરાસર બંધાવનારે પહેલાં દાન દેવું જોઇએ” એવું શાસ્ત્રવિધાન છે – જુઓ – “એ જિનભુવનની જમીનની સમીપે વસેલા સ્વજન ન પણ હોય એવા લોકોને દાન-માન-સત્કારદ્વારા શુભઆશયવાળા કરવા જોઇએ, કારણ કે આ શુભઆશય અવશ્ય આ લોકોના બોધિલાભનો હેતુ બને છે. તેથી જ જે ધર્મકાર્યની આગળ-પાછળ અવસ્થાને અનુરૂપ દાન હોય, તે ધર્મકાર્ય મહાપ્રભાવક બને છે. કારણ કે મુગ્ધ લોકોને ધર્મતરફ આકર્ષવાનું મહાન સાધન દાન છે.) જિનપૂજાવગેરે દ્રવ્યસ્તવમાં આ દાનધર્મનો પણ સમાવેશ થાય છે. તેથી દ્રવ્યસ્તવ પ્રભાવના =ધર્મની ઉન્નતિનું સાધન બને છે. વળી (૩) જિનભવન બનાવડાવવાવગેરેમાં જિનભવનના બાંધકામ વગેરે કર્તવ્યો જ વારે ઘડીએ સાંભરી આવે છે. તેથી આવો સઆરંભ જ પ્રધાનપદ ભોગવે છે. બીજા સાંસારિક આરંભો તો માત્ર આનુષંગિક=ગૌણ બની જાય છે, વળી જિનાલયના જીર્ણોદ્ધાર, નવા બાંધકામ ઇત્યાદિ કાર્યોની પરંપરાને કારણે આદ્રવ્યસ્તવથી વંશતરણની ઉપપત્તિ થાય છે. વંશતરકાણ્ડ(વંશ=સંતાનપ્રવાહ પોતાની વંશપરંપરાને પણ તરવાનું સાધન બને' એવો ભાવ છે. અથવા વાંસનો તરાપો. દ્રવ્યસ્તવરૂપ વાંસના તરાપાથી સંસારસાગર તરી જવાની વાત યોગ્ય થાય છે.) તેથી જ કહ્યું છે કે – “અક્ષયનિધિથી(=નાશન પામેતેવામૂળ ધનથી) જિનભવનની સારસંભાળથી આ(=જિનભવન બનાવવું વગેરે) વંશતરકાણ્ડ બને છે તેમ સમજવું” આમ દ્રવ્યસ્તવ મલિનારંભના અનુબંધને મોળો પાડી દે છે.
તથા (૪) દેવાધિદેવના દર્શન માટે દેવાલયે આવેલા સાધુભગવંતો ત્યાં એક ભાગમાં આગમવાણી રેલાવી રહ્યા હોય, ત્યારે તે વાણીસુધારસનું કાનથી પાન કરવાનો દુર્લભ્ય મોકો પ્રાપ્ત થાય છે. આ જિનવાણીના શ્રવણથી ઘણા ભવ્યજીવો કલ્યાણના રાહે ચડી ગયા છે. દ્રવ્યસ્તવનો આ લાભ નગણ્ય નથી, પણ અગમ્ય છે ! તથા (૫) ० देयं तु न साधुभ्यस्तिष्ठन्ति यथा च ते तथा कार्यम् । अक्षयनीव्या ह्येवं ज्ञेयमिदं वंशतरकाण्डम् ॥ इति पूर्णश्लोकः॥