________________
178
| પ્રતિમાશતક કાવ્ય-૯૭) हृदयमिवानुप्रविशन्तं सर्वाङ्गीणमिवालिङ्गन्तं समापत्त्यैकतामिवोपगतं श्रीशङ्केश्वरपुराधिष्ठितं पार्श्वपरमेश्वरं सम्बोध्याऽभिमुखीकृत्यैव, यत्रापि वादी सम्बोध्यस्तत्राप्यार्थिकी भगवत्सम्बुद्धिर्मयैवं तन्मतामृतबाह्यो दूष्यत इति, तत्स्तुतिरेवेयं पर्यवसन्नेति तत्रैव नयभेदमुपदर्शयति
सेयं ते व्यवहारभक्तिरुचिता शळेश्वराधीश ! यद्,
दुर्वादिव्रजदूषणेन पयसा शङ्कामलक्षालनम्। स्वात्मारामसमाधिबाधितभवै स्माभिरुन्नीयते,
दूष्यदूषकदूषणस्थितिरपि प्राप्तैर्नयं निश्चयम् ॥ ९७ ॥ (दंडान्वयः→ हे शळेश्वराधीश ! सा इयं ते व्यवहारभक्ति: उचिता, यद् दुर्वादिव्रजदूषणेन पयसा शङ्कामलक्षालनम्।स्वात्मारामसमाधिबाधितभवैर्निश्चयं नयं प्राप्तैरस्माभि: दूष्यदूषकदूषणस्थितिरपि न उन्नीयते॥)
'सेयं ते इति । हे शोश्वराधीश! इयं ते-तवोचिता व्यवहारभक्ति: व्यवहारनयोचिता भक्तिः कृतेत्यर्थः। विधेयप्राधान्यानुरोधात्स्त्रीत्वनिर्देशः । यद्दुर्वादिनां व्रज:-समूहस्तदूषणरूपेण पयसा नीरेणशङ्कारूपमलस्य क्षालनं व्यवहरन्ति शिष्टाः परसमयदूषणपूर्वं स्वसमयस्थापनस्य भगवद्यथार्थवचनगुणस्तुत्योपासनत्वम् । तदाहुः
સારઃ- ગુઆજ્ઞાને આધીન થઈ યથાશક્તિ જિનેશ્વરપૂજા ગૃહસ્થએ દ્રવ્યથી અને સાધુએ ભાવથી કરવી. કારણ કે પોતાના અધિકારને અનુરૂપ ભગવાનની ભક્તિ કરવી એ જ પરમધર્મ છે. ૯૬. . જાણે કે સાક્ષાત્ સામે જ પરિસ્કુરાયમાણ થતાં... પછી ક્ષણભરમાં જાણે કે હૃદયમાં પ્રવેશ કરી રહેલા તદંતર જાણે કે શરીરના પ્રત્યેક અંગમાં પ્રસરીને આલિંગન કરી રહેલા અને પછી જાણે કે સમાપતિદ્વારા એકમેકતાને પામી ગયેલા શ્રી શંખેશ્વરતીર્થમંડન પાર્શ્વનાથ ભગવાનને સંબોધિથી(=સમ્યબુદ્ધિથી) અભિમુખ કરીને જ પ્રતિમાસંબંધી ભ્રાંત કલ્પનાઓ દૂષિત કરવામાં આવી છે. વળી જ્યાં ક્યાંય પણ વાદી સંબોધ્યા છે, ત્યાં પણ અર્થથી તો ભગવાનની જ સંબુદ્ધિ છે. અર્થાત્ ત્યાં પણ જાણે કે ભગવાનને ઉદ્દેશીને કહી રહ્યો છું કે, “ભગવા!તારા સંબંધી અને તારી પૂજા સંબંધી ખોટી કલ્પનાઓ કરવી વાજબી નથી, પણ આ પ્રમાણે વિચારવું જ બરાબર છે.” આ પ્રમાણે તારા મતરૂપી સુધાથી બાહ્ય વ્યક્તિને હું દૂષિત કરું છું. આમ સર્વત્ર પરમાત્માની જ સંબુદ્ધિ હોવાથી દેખાવમાં વાદચર્ચા લાગતી પણ આ વિચારણા વાસ્તવમાં સ્તુતિરૂપ જ પર્યવસિત થાય છે. આ પરમત સાથે ચર્ચાત્મક સ્તુતિમાં નયભેદનું નિરૂપણ કરતાં કવિ કહે છે–
નયભેદથી ભક્તિ કાવ્યાર્થઃ- હે શંખેશ્વરસ્વામી!કુવાદીઓના સમુદાયને દૂષણ આપવારૂપ પાણીથી શંકારૂપી મળ ધોઇ નાખવા રૂપ આ તારી ઉચિત વ્યવહારભક્તિ કરાઇ છે. પોતાના આત્મારૂપ બગીચામાં જ ક્રિીડા કરતી સમાધિથી બાધિત થયેલા સંસારવાળા અને નિશ્ચય નયને પામેલા અમે દૂષ્ય, દૂષક અને દૂષણની મર્યાદાનું ભાન કરતા જ નથી. અર્થાત્ નિશ્ચયનયને પામેલા અમારા માટે દૂષ્ય, દૂષક અને દૂષણ જેવું કશું છે જ નહિ.
શંખેશ્વર પાર્શ્વનાથ સ્વામી! દુર્વાદીઓના સમુદાયના કુમતને દૂષણો લગાડી અયોગ્ય ઠેરવ્યા. આ દૂષણો લગાડવારૂપ પાણીથી વાસ્તવમાં તો ‘પ્રતિમા પૂજનીય છેએવા સ્વમતમાં પડેલી શંકારૂપી મળને જ દૂર કર્યો છે અને શંકામળને દૂર કરવાની આ પ્રવૃત્તિ જ વ્યવહારનયની અપેક્ષાએ તારી ઉચિત ભક્તિ છે. (અહીં સારાં... એવો સ્ત્રીલિંગ પ્રયોગ ‘ભક્તિ પદને આશ્રયીને છે. “શફામલલાલન પદ ઉદ્દેશ્ય છે, અને નપુંસકલિંગમાં છે. આ “ક્ષાલનને જ “ભક્તિ