________________
164
પ્રતિમાશતક કાવ્ય-૯૩)
अत्रातिदेशेन कुमतशेषं निराकुर्वन्नाह
एतेनेदमपि व्यपास्तमपरे यत्प्राहुरज्ञाः परं,
पुण्यं कर्म जिनार्चनादि न पुनश्चारित्रवद्धर्मकृत् । तद्वत्तस्य सरागतां कलयत: पुण्यार्जनद्वारतो,
___ धर्मत्वं व्यवहारतो हि जननान्मोक्षस्य नो हीयते ॥९३॥ (दंडान्वयः→ एतेनेदमपि व्यपास्तं - यदपरेऽज्ञाः प्राहुः जिनार्चनादि परं पुण्यं कर्म, न पुनः चारित्रवद् धर्मकृत्। हि तस्य तद्वत् सरागतां कलयतः, पुण्यार्जनद्वारतो व्यवहारतो धर्मत्वं मोक्षस्य जननान्नो हीयते॥)
एतेन'इति । एतेन शुद्धजिनपूजाया धर्मत्वव्यवस्थापनेन, इदमपि व्यपास्तं निराकृतं, यदपरेऽज्ञा:= अनधिगतसूत्रतात्पर्याः प्राहुः । किं प्राहुः ? परं केवलं जिनार्चनादि पुण्यं कर्म, न पुनश्चारित्रवद् धर्मकृत्-धर्मकारणम्। व्यपासनहेतुमतिदेशप्राप्तं स्फुटयति हि-यतः, तस्य-जिनार्चादिकर्मणस्तद्वत्-चारित्रवत् सरागतां-रागवत्तां कलयतो रागसहितस्य पुण्यार्जनद्वारतः शुभाश्रवव्यापारकत्वेन मोक्षस्य जननाद् व्यवहारतो धर्मत्वं न हीयते । अयं भाव: 'जिनार्चादिकं पुण्यं कर्म स्वर्गादिकामनया करणात्' इति साधनं न युक्तं भ्रान्तकरणे व्यभिचारात्। अभ्रान्तैरिति અને તેમના વચનોમાં અસંવિગ્નપણાની અને ઉત્સત્રની શંકા કરે છે, તેઓ અંગે શું કહેવું?) Il૭ નયોથી વસ્તુ જે પ્રમાણે હોતે પ્રમાણે હો. નયોથી જિનવાણીનો પ્રકાશ પામનારા પંડિતોને પ્રણામ થાઓ. સકળ પાપોને ચૂરી નાખનારું પરમેશ્વરનું શાસન-જૈનશાસન આ પંડિતોઃ સંવિગ્નગીતાર્થોના વશ=કારણે જ જય પામે છે=જગતમાં સર્વોત્કૃષ્ટપણે વર્તે છે. l૮ | ૯૨ો આ પ્રમાણે પાર્ધચંદ્રમતનું ખંડન થયું.
જિનપૂજા ઘર્મરૂપ અહીં અતિદેશથી બાકી રહેલા કુમતોનું નિરાકરણ કરતા કહે છે–
કાવ્યાર્થ:- આનાથી “જિનઅર્ચનવગેરે પુણ્યક્રિયા છે, પરંતુ ચારિત્રની જેમ ધર્મ કરનારી ક્રિયા નથી.” આવું બીજાઓ જે કહે છે, તે પણ યુક્તિરિક્ત સમજવું, કારણ કે જિનપૂજા વગેરેમાં રહેલી સરાગતા ચાસ્ત્રિમાં રહેલી સરાગતાને તુલ્ય જોવી. તથા જિનપૂજા પુણ્યની પ્રાપ્તિ દ્વારા મોક્ષજનક હોઇ વ્યવહારથી ધર્મત્વથી હીન નથી. અર્થાત્ જિનપૂજા વગેરે પણ ધર્મરૂપ જ છે.
શુદ્ધ જિનપૂજા ધર્મરૂપ જ છે.” એમ નિશ્ચિત કરવાથી જે અજ્ઞો પૂજાને માત્ર પુણ્યરૂપ માને છે અને ધર્મરૂપ માનતા નથી, તેઓનો મત ખંડિત થાય છે. અજ્ઞ=સૂત્રના તાત્પર્યને નહિ સમજવાવાળા. અહીં અતિદેશથી પ્રાપ્ત થયેલા આ મતના નિરાકરણના હેતુને કાવ્યના ઉત્તરાદ્ધથી સ્પષ્ટ કરે છે, સરાગચારિત્રની જેમ રાગ સહિતનું જિનપૂજન પુણ્યની પ્રાપ્તિ દ્વારા=શુભઆશ્રવના વ્યાપારદ્વારા મોક્ષજનક બને છે. તેથી વ્યવહારથી પ્રતિમાપૂજન પણ ધર્મરૂપ છે.
પૂર્વપક્ષ - સ્વર્ગવગેરેની ઇચ્છાથી પ્રતિમાપૂજન કરાય છે, તેથી તે પૂજન પુણ્યરૂપ છે. અનુમાનપ્રયોગ “જિનપૂજાવગેરે ક્રિયા પુણ્યરૂપ છે, કારણ કે સ્વર્ગવગેરેની ઇચ્છાથી કરાય છે” સ્વર્ગવગેરેની પ્રાપ્તિ પુણ્યથી થાય છે, તે બધાને વિદિત જ છે.
ઉત્તરપક્ષ:- અહીં અનુમાનપ્રયોગ બરાબર નથી. કારણકે ભ્રાંત=અતત્ત્વજ્ઞ=અજ્ઞ જીવો કીર્તિવગેરે ઐહિક આશયથી પૂજા કરે છે અને કીર્તિવગેરે હેતુથી કરાયેલી પૂજા પુણ્યરૂપ નથી એમ સર્વસંમત છે. તેથી તમારું અનુમાન