________________
૧૪
મૂળસંઘના કઠોર પ્રશાશક આચાર્ય કુંકુંદની એક અમર કૃતિ છે. આમાં એમણે પોતાના શિષ્યોને આચરણથી અનુશાસિત કર્યા છે. આમાં શિથિલાચારની વિરૂદ્ધ સશક્ત આદેશ છે, પ્રેરક ઉપદેશ છે તથા મૂદુ સંબોધન પણ છે.
અષ્ટપાહુડ એ એક એવો અંકુશ છે, જે શિથિલાચારના મદોન્મત ગજરાજને ઘણો ખરો કાબુમાં રાખે છે, સર્વ વિનાશ કરવા દેતો નથી. પ્રત્યેક પાહુડમાં વિષયોના વિવેચન નામાનુસાર જ છે. (૧) દર્શનપાહુડમાં સમ્યગદર્શનનો મહિમા અને ધર્મનું મૂળ સમ્યગ્દર્શન છે એમ બતાવવામાં આવ્યું છે. (૨) સૂત્રપાહુડમાં જિનેન્દ્ર કથિત સૂત્રમાં કહેલ જીવાદિ તત્ત્વાર્થો અને તે સંબંધી હેય-ઉપાદેય સ્વરૂપનો
જ્ઞાન અને શ્રદ્ધા જ સમ્યગ્દર્શન છે. (૩) ચારિત્રપાહુડમાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રનું સ્વરૂપ બતાડીને ચારિત્રના ભેદોનું વર્ણન છે. (૪) બોધપાહુડમાં અગીઆર સ્થાનોમાં વિભક્ત કરીને નિગ્રંથ સાધુઓનું જ સ્વરૂપ સ્પષ્ટ કર્યું છે. (૫) ભાવપાહુડમાં ચાર ગતિના જીવોના દુઃખનું વર્ણન કરી તે દુઃખોથી છુટવા માટે શુદ્ધ ભાવે પરિણમી
ભાવલિંગી મુનિદશા પ્રગટ કરવાની પ્રેરણા છે. (૬) મોક્ષપાહુડમાં મોક્ષ અને મોક્ષના કારણોનું નિરૂપણ છે. (૭) લિંગપાહુડમાં જિનલિંગનું સ્વરૂપ સ્પષ્ટ કરવામાં આવ્યું છે. (૮) શીલપાહુડમાં શીલના મહિમાનું વિશેષ વર્ણન છે.
આ રીતે આ પણ અદ્ભુત પરમાગમ છે.