________________ ઉલનાસંક્રમ 149 અસંખ્ય સ્થિતિખંડ ખાલી કરવાની વિધિ - પહેલા સમયે થોડા દલિકો ખાલી કરે. તેના કરતા બીજા સમયે અસંખ્યગુણ દલિકો ખાલી કરે. તેના કરતા ત્રીજા સમયે અસંખ્યગુણ દલિકો ખાલી કરે. એમ અંતર્મુહૂર્તના ચરમ સમય સુધી ઉત્તરોત્તર સમયે પૂર્વ પૂર્વ સમયે ખાલી કરાતા દલિકો કરતા અસંખ્યગુણ દલિકો ખાલી કરે. અહીં ગણકાર ક્ષેત્રપલ્યોપમ છે. આમ બધા સ્થિતિખંડોમાં જાણવું. ખાલી કરાતા કેટલાક દલિકો સ્વસ્થાનમાં નાંખે અને કેટલાક દલિકો પરસ્થાનમાં નાખે. પ્રથમ સ્થિતિખંડમાંથી ખાલી કરાતા દલિકો સ્વસ્થાનમાં અને પરસ્થાનમાં આ પ્રમાણે નાંખે - પ્રથમ સમયે પરસ્થાનમાં થોડા દલિકો નાખે. તેના કરતા પ્રથમ સમયે સ્વસ્થાનમાં અસંખ્ય ગુણ દલિકો નાંખે. તેના કરતા બીજા સમયે સ્વસ્થાનમાં અસંખ્યગુણ દલિકો નાંખે. તેના કરતા ત્રીજા સમયે સ્વસ્થાનમાં અસંખ્યગુણ દલિકો નાંખે. તેના કરતા ચોથા સમયે સ્વસ્થાનમાં અસંખ્યગુણ દલિકો નાંખે. એમ અંતર્મુહૂર્તના ચરમ સમય સુધી ઉત્તરોત્તર સમયે સ્વસ્થાનમાં પૂર્વ પૂર્વ સમયે સ્વસ્થાનમાં નંખાતા દલિકો કરતા અસંખ્યગુણ દલિકો નંખાય છે. પ્રથમ સમયે પરસ્થાનમાં નાંખેલા દલિકો કરતા બીજા સમયે પરસ્થાનમાં વિશેષહીન દલિકો નંખાય છે. તેના કરતા ત્રીજા સમયે પરસ્થાનમાં વિશેષહીન દલિકો નંખાય છે. એમ અંતર્મુહૂર્તના ચરમ સમય સુધી ઉત્તરોત્તર સમયે પરસ્થાનમાં પૂર્વ પૂર્વ સમયે પરસ્થાનમાં નંખાયેલા દલિકો કરતા વિશેષહીન દલિકો નંખાય છે. દ્વિચરમ સ્થિતિખંડ સુધીના બધા સ્થિતિખંડોમાંથી ખાલી કરાતા દલિકો સ્વસ્થાનમાં અને પરસ્થાનમાં આ જ રીતે નાંખે છે.