Book Title: Padarth Prakash 11 Karm Prakruti Sankramakaran Udwartakaran Apvartanakaran
Author(s): Vijayhemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________ કર્મપ્રકૃતિ સંક્રમકરણના મૂળગાથા-શબ્દાર્થ 241 ક્ષપકશ્રેણિ માંડનાર જીવ પુરુષવેદ અને સંજવલન ૩ની ક્ષપણા કરતા તેમના બંધના ચરમ સમયે જઘન્ય યોગમાં બાંધેલા દલિકના ચરમ પ્રક્ષેપ વખતે એમનો જઘન્ય પ્રદેશસંક્રમ કરે છે. અરતિ અને શોકના જઘન્ય પ્રદેશસંક્રમના સ્વામી અસાતાની જેમ જાણવા. (103) वेउव्वेक्कारसगं, उव्वलिय बंधिऊण अप्पद्धं / जिट्ठठिई निरयाओ, उवट्टित्ता अबंधित्तु // 104 // थावरगयस्स चिरउव्वलणे, एयस्स एवमुच्चस्स / मणुयदुगस्स य तेउसु, वाउसु वा सुहुमबद्धाणं // 105 // વૈક્રિય 11 (દવ 2, નરક 2, વૈક્રિય ૭)ની એકેન્દ્રિયમાં ઉદ્ધલના કરી પંચેન્દ્રિયમાં અલ્પકાળ બાંધીને ઉત્કૃષ્ટ સ્થિતિ (33 સાગરોપમ) વાળો નારકી થાય, ત્યાંથી ચ્યવી પંચેન્દ્રિય તિર્યંચમાં આવીને આ પ્રકૃતિઓ ન બાંધે, ત્યાંથી સ્થાવરમાં જઈ લાંબા કાળની ઉશ્કલના કરે ત્યારે દ્વિચરમ સ્થિતિખંડના ચરમ સમયે વૈક્રિય ૧૧નો પરપ્રકૃતિમાં જઘન્ય પ્રદેશસંક્રમ કરે છે. એ જ જીવ એ જ રીતે તેઉકાય-વાયુકામાં આવી સૂક્ષ્મ એકેન્દ્રિયના ભવમાં બાંધેલ ઉચ્ચગોત્ર અને મનુષ્ય ૨ની લાંબા કાળની ઉદ્દલના કરે ત્યારે દ્વિચરમ સ્થિતિખંડના ચરમ સમયે ઉચ્ચગોત્ર અને મનુષ્ય રનો પરપ્રકૃતિમાં જઘન્ય પ્રદેશસંક્રમ કરે છે. (104, 105) हस्सं कालं बन्धिय, विरओ आहारसत्तगं गंतुं / अविरइमहुव्वलंतस्स, तस्स जा थोवउव्वलणा // 106 // અપ્રમત્તસંયત થઈને અલ્પકાળ આહારક 7 બાંધીને અવિરતિ પામે, ત્યાં આહારક ૭ની લાંબા કાળની ઉઠ્ઠલના કરે ત્યારે દ્વિચરમ

Page Navigation
1 ... 258 259 260 261 262 263 264 265 266