________________
લક
પુસ્તકના લેખક સંગ્રાહક તથા સંશોધક રહ્યા હતા. શ્રી રાજનગરમાં સાધુ સંમેલનમાં વિ. સં. ૧૯૯૦ની સાલમાં પૂજ્યશ્રીના નામ સાથે હંમેશને માટે, જોડાઈ રહે, એવા એક મહાન કાર્યમાં પિતાને યશસ્વી હિસ્સો આપીને જૈન જનતાને તેઓશ્રીએ, પિતાની વિદ્વતાથી મુગ્ધ કરી દીધી હતી. આજ પૂર્વે પૂજ્યશ્રીની વિદ્વતા પંકાતી હતી, પણ સીધે સંસર્ગ તે અમદાવાદ મુકામે કેટલાક ચર્ચાસ્પદ પ્રશ્નો જેવા કે દેવદ્રવ્ય, બાલદીક્ષા વિગેરે પર સર્વાનુમતે નિર્ણય કરવા માટે બોલાવવામાં આવેલ શ્રી અખિલ ભારતીય જૈન શ્વે. મૂ. પૂ. સાધુસંમેલન વખતે થયો.
નગરશેઠ શ્રી કસ્તુરભાઈ મણીભાઈ જેઓએ આ સંમેલન અનેક મહેનતે મેળવ્યું. તેઓ તરફથી શ્રીપાર્ધચંદ્ર સૂરિગચ્છના મુનિરાજે. પૂ. શ્રીજગતચંદ્રજી મહારાજ સાહેબ અને પૂજ્ય શ્રીસાગરચંદ્રજી મહારાજ સાહેબ વગેરેને આમંત્રણ કરવામાં આવ્યું. પરમપૂજ્ય મુનિરાજ શ્રીસાગર ચંદ્રજી મહારાજ સાહેબની વિદ્વતા, ચર્ચા કરવાની પ્રશંસનીય રીત જોઈને તેઓશ્રીને શ્રીપાર્ધ ચંદ્રસૂરિગચ્છના પ્રતિનિધિ તરીકે પ્રથમ ૭રની અને પછી ૩૦ ની કમિટિમાં નિમવામાં આવ્યા. દિવસો સુધી ઉપરક્ત પ્રશ્નો પર ચર્ચા ચાલી. તેમાં પૂજ્યશ્રીએ રસપૂર્વક સુંદર ભાગ ભજવ્યો છે. એટલું જ નહિં પણ કેટલીક બાબતોમાં તટસ્થ તરીકે એમના સલાહ સુચને કિંમતી થઈ પડ્યા છે. એમ એ સંમેલનમાં હાજરી આપનારા અનેક પૂજ્ય આચાર્યાદિક મુનિરાજના મુખેથી