Book Title: Navsmaranadi Stotra Sangraha
Author(s): Ramchand D Shah
Publisher: Samratben Zaveri

View full book text
Previous | Next

Page 29
________________ પ્રસ્તાવના આ નાનકડા પુસ્તકમાં નવ સ્મરણ અને સ્તવન સઝાયનો સંગ્રહ આપવામાં આવેલો છે. નવ સ્મરણમાં નવકાર સિવાય બાકીના બધાંજ સ્તોત્રો પૂર્વના મહાપ્રભાવિક અને પરોપકારી મહાપુરૂષોનાં રચેલાં છે. જેનાથી પૂર્વના અનેક મનુષ્યોએ આત્મ કલ્યાણની સાધના સાથે બીજા પણ અનેક સારા કાર્યોની સાધના કરેલી છે. વર્તમાન કાળમાં પણ જે સંપૂર્ણ શ્રદ્ધા અને ભાવપૂર્વક તેનું સ્મરણ કરવામાં આવે તે એટલું જ ફળ-આપનાર થાય છે. એનાં કેટલાંક દ્રષ્ટા અત્યારે પણ મેજુદ છે. અને નવકાર એ તો સઘળાંયે શાસ્ત્રના સારરૂપ મહામંત્ર છે. સ્તવન સઝાયો એ જીવનમાં ઉત્તમ ગુણની પ્રાપ્તિ માટેના મહાન સાધને છે. રાવણે ભક્તિયેગથીજ તીર્થંકર નામકર્મ ઉપાજન કરેલું છે. જ્યારે માણસનું ચિત્ત ભક્તિયોગથી તરબોળ બની જાય છે. ત્યારે તેને ગુણની ઉપાસના સિવાય બીજે કઈ ખ્યાલ રહેતા જ નથી. એટલે તે મહાપુરૂષોએ ફરમાયું છે કે “ઉત્તમ છન ગુણ-ગાતાં, ગુણ આવે નિજ અંગ” સ્તવનમાં જીનેશ્વર ભગવંતના ગુણ ગાન અને સઝાયમાં મહાન આત્માઓનો પરિચય આપવામાં આવેલો હોય છે એટલે ખરેખર આ સાધનથી જીવન ધન્ય બને છે.. આ પુસ્તક પૂ. સા. મ. સા. શ્રી મહાદયશ્રીજીની શુભ પ્રેરણાથી સુશ્રાવિકા સમરત બેન ઝવેરીની સંપૂર્ણ સહાયથી પ્રકાશિત થાય છે. તેમજ આ પુસ્તક પ્રકાશનમાં શ્રીયુત જશવંતલાલ શાહે પણ સારે સહકાર આપેલ છે તેથી તે બદલ તેઓશ્રીને પણ આ તકે આભાર માનું છું. આ પુસ્તકમાં મતિમંદતા અગર પ્રેસ દોષથી કાંઈપણ ભૂલચૂક રહી જવા પામી હોય તો ક્ષમા યાચું છું. અંતમાં આ પુસ્તકને ખૂબ સુંદર ઉપયોગ થાય એ જ મહેચ્છા. લી. માસ્તર રામચંદ્ર ડી. શાહ ખંભાત,

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110