________________
૧૮
કલશામૃત ભાગ-૪ - રૂપી છે – મૂર્તિક છે તેમ કહ્યું છે. એ તારા આત્મપ્રદેશ ઉપર તદ્ગ નિરાળા પડ્યા છે.
આહાહા! અરૂપી ભગવાનના પ્રદેશમાં, આઠ કર્મ જડ પરમાણું છે-ધૂળ છે તે એ પ્રદેશમાં રહ્યા છે છતાં વસ્તુ નિરાળી છે. ભગવાન આત્માના પ્રદેશથી એ પરમાણુનાં પ્રદેશ ત્રણેકાળ તદ્ન નિરાળા છે.
“જ્ઞાનાવરણાદિ કર્મપર્યાયરૂપ જીવના પ્રદેશોમાં બેઠા છે. પુદ્ગલપિંડ તેમનાથી (સ્વતઃ) સ્વભાવથી (fમન્નઃa) સર્વ કાળે નિરાળો જ છે. ભાવાર્થ આમ છે કે- આસવ બે પ્રકારનો છે. એક પુણ્ય-પાપના ભાવ થાય તે ભાવ આસ્રવ અને એક કર્મ રજકણ આવે તે દ્રવ્ય આસવ. બે થયાં – એક દ્રવ્યઆસ્રવ અને એક ભાવાસવ.
દ્રવ્યાસવ એટલે કર્મરૂપ બેઠા છે આત્માના પ્રદેશમાં પુગલપિંડ તે; આવા દ્રવ્યારાવથી જીવ સ્વભાવથી જ રહિત છે.” અરે! ભગવાન સર્વજ્ઞ પરમેશ્વર તેનો માર્ગ કોઈ અલૌકિક છે. વર્તમાનમાં તો બહુ ગરબડ થઈ ગઈ છે. આ મૂળ માર્ગ મૂકીને બીજે રસ્તે ચડાવી દીધા છે. (સંપ્રદાયવાળા) કહે કર્મ રખડાવે છે. એ કર્મ તો ( જીવથી) ભિન્ન ચીજ છે, એ શા માટે રખડાવે? સર્વ કાળ કર્મના પુદ્ગલો તારા પ્રદેશ રહેવા છતાં તે સર્વકાળ નિરાળા છે. નિરાળી ચીજ તને નુકશાન કરે? જૈનમાં એ લાકડું મોટું કે – કર્મ હેરાન કરે છે. જૈન નામ ધરાવે અને કર્મને લઈને હેરાન થાય તેમ માને.) અહીંયા તો કહે છે – કર્મ સર્વથા નિરાળા પડયા છે ને ! સ્વરૂપના ભાન વિના તું તને નુકસાન કરે છે. “અપને કો આપ ભૂલકે હેરાન હો ગયા,” કર્મના કારણથી નહીં. જુઓને ! કેટલી સ્વતંત્રતા !
સર્વકાળ સ્વભાવથી રહિત જ છે.” સ્વભાવથી જ ભિન્ન છે. ભિન્ન ચીજ તારી પર્યાયમાં છે એમ કહેવું તે વ્યવહાર છે. કર્મ એના ક્ષેત્રમાં છે. આહાહા! ભારે વાતું ભાઈ ! “જો કે જીવના પ્રદેશો અને કર્મ પુગલપિંડના પ્રદેશો એક જ ક્ષેત્રે રહે છે. તોપણ એક દ્રવ્યરૂપ થતા નથી.” બન્નેનું ક્ષેત્ર એક દેખાય છે તોપણ પરસ્પર એક દ્રવ્યરૂપ થતા નથી. પુદ્ગલ પરમાણું જીવરૂપ નથી થતા અને જીવદ્રવ્ય પુદ્ગલ દ્રવ્યરૂપ થતા નથી. આહાહા ! પુદ્ગલ દ્રવ્ય એ અજીવ દ્રવ્ય છે. ભગવાન આત્મા એ તો જીવદ્રવ્ય છે. જીવ દ્રવ્ય, અજીવ દ્રવ્યરૂપ થઈ જાય અને અજીવ દ્રવ્ય જીવ દ્રવ્યરૂપ થઈ જાય તેમ ત્રણકાળમાં બનતું નથી.
“પોત પોતાનાં દ્રવ્ય-ગુણ-પર્યાયરૂપ રહે છે;” જુઓ શું કહ્યું? આઠ કર્મ તે પુદ્ગલજડ રજકણ દ્રવ્ય છે. તેના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ તે ગુણ છે. અને કર્મરૂપી અવસ્થા તે તેની પર્યાય છે. તેથી તેના દ્રવ્ય-ગુણ-પર્યાય તેને લઈને તેનામાં છે. તે (તારે) જીવને લઈને પુદ્ગલમાં છે નહીં. નવરાશ ક્યાં મળે! ધંધા આડે નવરાશ ન મળે ને! આ છોકરાંવને (તેના બાપાએ) માંડ માંડ બોલાવ્યા હશે ! અહીંયા તો અમુક મુદ્દત પૂરતા રહેવા માટે આવે.
અરેરે ! પ્રભુ તું ક્યાં છો? કર્મના પરમાણું તારી ચીજમાં નથી, અને કર્મના પરમાણુમાં તારી ચીજ નથી. તો પછી કર્મ તને કેવી રીતે હેરાન કરે ? આ માન્યતા) બિલકુલ ભ્રમ છે.