________________
૭૩
દ્રશ્યમાન દશાને જ સમજાવવા પુરતું હોઈ, પારમાથિ કે ચા સ્વાભાવિક દશાને સમજાવવામાં અશક્ય છે, તે કર્મવિજ્ઞાન અધુરૂં છે.
પૌગલિક અશુ કરતાં કર્મઅણુસમૂહના સંબંધથી રહિત આત્મગુની અનંતાનંત શક્તિની સમજ, તે અધુરા કર્મવિજ્ઞાનથી પ્રાપ્ત થઈ શક્તી નથી. તેને સમજવા માટે તે સ પૂર્ણ કર્મ વિજ્ઞાનની સમજ હેવી જોઈએ. ' કર્મને માનનાર જૈનેતર દર્શનેની કર્મ અંગેની માન્યતા પ્રાયઃ જીવની દશ્યમાન-વ્યાવહારિક દશાની વિવિધતાને જ અનુલક્ષીને છે. મનુષ્યપણું –દેવપણું, “નરકપણુ-પશુપણું– પક્ષીપણું–શારીરિક સુખ-દુખપણું, જન્મ-મરણપણું ઈત્યાદિપણે વતી વિવિધ જીવદશાની પ્રાપ્તિમાં કારણે વરૂપે કર્મને તેઓએ સ્વીકાર્યું છે. પરંતુ જીવનો મુખ્ય સ્વભાવ-જીવને મુખ્ય ગુણ શું છે? અને તે ગુણની પ્રગટતામાં વિવિધ જીવ આશ્રયી વિવિધતા ક્યા કારણને લઈને છે ? તે કારણને કેવી રીતે હટાવી શકાય ? આ હકીક્ત તે માત્ર જૈન દર્શ— નમાં જ જાણવા મળે છે.
જૈનદર્શનમાં સર્વ કરજકણુ સમૂહનું ઘાતી અને અઘાતી એમ બે રીતે પણ વગીકરણ કર્યું છે. જીવના પારમાર્થિક યા સ્વાભાવિક સ્વરૂપ આમિક ગુણને આછાદિત બનાવી રાખનાર કર્મને, ઘાતી કર્મ તરીકે ઓળખાવ્યાં છે. અને જીવની વ્યાવહારિક યા દશ્યમાન અવસ્થાની અનુકુળતા યા પ્રતિકૂળતા સર્જક કર્મને, અઘાતી કર્મ તરીકે ઓળખાવ્યાં