Book Title: Jain Darshan ma Anu Vigyan
Author(s): Khubchand K Parekh
Publisher: Khubchand K Parekh

View full book text
Previous | Next

Page 153
________________ ૧૪૧ પડે. શરીર ધારણ કરવામાં ઔદારિકાદિ પુદ્ગલ વર્ગણાનું ગ્રહણ અને પરિણમન જોઈએ. એ ગ્રહણ અને પરિણમનમાં. પુદ્ગલવિપાકી કર્મ પ્રકૃતિએ રૂપ નિમિત્ત જોઈએ. મેક્ષમાં. ગયેલ સર્વ આત્માઓ કર્મથી રહિત હોય છે. તેઓએ તે. ઈશ્વરપણું પ્રાપ્ત કરી લીધું છે, જેથી કમમુક્ત આત્માઓમાં પુદ્ગલવિપાકી કમ પ્રકૃતિએ પણ ન હોય. તે કર્મપ્રકૃતિઓ વિના ઔદારિકાદિ પુદ્ગલવર્ગનું ગ્રહણ અને પરિણમન પણ ન હોય, તે તે વિના શરીરની રચના પણ કેવી રીતે થાય ? એટલે મુક્ત આત્માઓ પુનઃ કર્મધારણ કરે નહિ, અને તે વિના શરીર ધારણ કરી શકાય નહિ. શરીર વિના અવતાર પણ હાય નહિ. એટલે કેટલાક કહે છે કે- “ઈશ્વર અવતાર ધારણ કરે છે.” આ વાત બ ધ બેસતી નથી. જૈન દર્શન તે કહે છે કે અવતારમાંથી ઈશ્વર બને, પરંતુ ઈશ્વરમાંથી અવતાર ધારણ કરાતો નથી. આત્મા અને કર્મનું સ્વરૂપ સ્પષ્ટ સમજનારને જ આ વાત સમજી શકાશે. જગત કર્તા ઈશ્વર નથી. પોતપોતાના આત્મામાં સત્તારૂપ રહેલ પુદ્ગલ વિપાકી કર્મપ્રકૃતિઓ વડે તે કર્મ પ્રકૃતિએ ધારણ કરનાર આત્મા, પિતાના જ પ્રયત્ન ઔદારિક પુદ્ગલ વર્ગણાઓનું ગ્રહણ અને પરિણમન કરવા દ્વારા પોતાના જ માટે શરીર રચના કરી. શકે છે. એટલે જગત કે ઈશ્વર છે, તે પણ આ હકીક્તથી અસત્ય કરે છે. જગતમાં દશ્યમાન થતી વસ્તુઓ, પ્રાયઃ

Loading...

Page Navigation
1 ... 151 152 153 154 155 156 157