Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 03
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
શ્રી નેમિનાથજી 957
કહી શકાય. જ્યારે ધતૂર શબ્દ ધતૂરાનો છોડ કે જેમાં પંચવર્ણા પુષ્પો હોય છે, તે છે. તેમાં શ્વેતવર્ણવાળા ધતૂરાના છોડ ઠેર ઠેર ઉગેલા હોય છે જ્યારે કૃષ્ણવર્ણવાળા ધતૂરાના ફુલ અલભ્ય ગણાય છે. કોઈકને જ પ્રાપ્ત થાય છે.
માદક અસરવાળા ધતૂરાનો ઉપયોગ નામધારી સંન્યાસીઓ ચલમમાં તેને ભરી પછી ચલમને ફેંકવામાં કરે છે અને તેના દ્વારા ઘેનમાં પડ્યા રહે છે. આ બધી મહાદેવજીના પૂજકોની જમાત કહેવાય. આમ ધતૂરામાંથી ધતૂર શબ્દ છેતરપીંડી અર્થમાં ઓળખાવા લાગ્યો. પ્રસ્તુતમાં આની કોઈ વિશેષતા નથી પણ અધ્યાત્મશલિએ વિચારતા જણાશે કે બધા જ બહિરાત્મલક્ષીભાવો, પર્યાયદૃષ્ટિપણું, અજ્ઞાન, મિથ્યાત્વપણું, પરાવલંબીપણું, પર-સમયમાં રાચવાપણું, રાગાદિ પરિણામ, અનંતાનુબંધી કષાય-ચતુષ્ક કે જે દીર્ધ સંસારને વધારનાર છે; તે સઘળી જમાત ધતૂર જેવી છે. છેતરામણી છે. આત્મભાવોથી પરાડમુખ કરનાર છે. તેથી જ ધતૂરની વિષવેલડીઓ સમાન છે, તેનું છેદન-ભેદન કરવાનું છે. આત્મભાવોમાં રમણતા કરવાની છે. પુરુષ-ચૈતન્યમાં વિલસવાનું છે. વિતરાગભાવોને વિકસાવવાના છે. પોતાના ત્રિકાળી ધ્રુવ નિજ-પરમાત્માનું * લક્ષ્ય કરી પર્યાયમાં કેવલ્ય અને સિદ્ધત્વ પ્રગટ કરવું, એ જ પ્રેમકલ્પતરૂ જાણવું. આવા પ્રેમકલ્પતરૂનું છેદન-ભેદન કરવાથી જીવને અનંત સંસારમાં રખડવાનું થાય છે.
“ધરીયો યોગ ધતૂર” પંક્તિમાં યોગીરાજ આનંદઘનજી મહારાજે રાજીમતિના પ્રકૃતિ-સુલભ પાત્રમાં રહીને ઘણી જ ગૂઢ બાબતોને
અણસારેલ છે. ' આ વિષયને વધુ સ્પષ્ટ સમજવા સૂત્રકૃતાંગ નામના આગમના
આસન-પ્રાણાયામ-પ્રત્યાહાર એ કાયાને સ્થિર રાખવાની પ્રક્રિયા છે.