Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 03
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
1092 , હૃદય નયન નિહાળે જગધણી
સાચી વિશ્રાંતિ તેને જ કહી છે. તેથી પ્રભુનું શરણ અંગીકાર કરવું એ જ શ્રેયમાર્ગ છે.
કૃપા કરી મુજ દીજીએ રે આનંદઘન પદ રાજ”
કૃપાનો અર્થ પ્રાર્થના-ભાવના કરી શકાય અને દીજીએ નો અર્થ ન્યાલ કરો, પારગામી બનાવો, શરણ આપો, વગેરે કરી શકાય. જે કૃતાર્થ-કૃતકૃત્ય બનાવવાનું પાવન કાર્ય કરે છે તે કૃપા છે. રાજીમતિ પ્રભુને વિનંતી કરી રહી છે કે હે નાથ ! આપ તો અભયને દેનાર છો! પરમ શરણ્ય એવા જગન્નાથ છો! તો મારી આપના શરણમાં આવવાની પ્રાર્થના ને આપ ધ્યાનમાં લો ! મારી વિનંતીને આપ સ્વીકારો !
હે નાથ ! આપ સંકલ્પ કર્યા વિના જ કલ્પવૃક્ષ સમાન ઈષ્ટ-ફળને આપનાર છો! ચિંતવ્યા વિના જ ચિંતામણિ સમાન ઉત્તમ ફળને આપનાર છો ! હે નાથ ! આપ અદ્વિતીય લોકોત્તમ પુરુષ છો ! આપ શાશ્વત્ મંગળસ્વરૂપ છો ! અરિ(શત્રુ)ને પણ ઈષ્ટ એવા આપ તો અરિષ્ટ નેમિ છો! તેથી આપ મારી વિનંતીને ધ્યાનમાં લો અને મને સંસારથી પાર ઉતારો અને આપની જેમ આનંદઘન પ્રભુનું સામ્રાજ્ય આપો ! આપના આશ્રયે રહેલાને મોક્ષ હસ્તામલકવત્ થાય છે અને મુક્તિનું પરમ સામ્રાજ્ય પ્રાપ્ત થાય છે.
રાજીમતિની પ્રાર્થનાને સ્વીકારીને નેમિ પ્રભુએ તેને સંયમ આપ્યું. પરમ શરણ્ય બક્યું. અને રાજીમતિજી પણ સંયમ લઈ ભાવધર્મને વર્યા. જ્ઞાનમાત્ર ભાવનું આલંબન લઈ નિજ-આત્માના ધ્યાનમાં જ તલ્લીન થયા, શુક્લધ્યાનને સ્પર્શવા દ્વારા ઘાતી-અઘાતી કર્મોનો ક્ષય કરી પ્રભુ પહેલા જ સિદ્ધિ પદને વર્યા. આનંદઘન સ્વરૂપ નિજ-સામ્રાજ્યને વર્યા. સંસાર સાગરને તરી ગયા, આમ પોતાના જ ઉપાદાનની યોગ્યતાથી નેમિ
કેવળજ્ઞાનનો સતત ઉપયોગ એ નિત્યતા છે.