Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 03
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
960
હૃદય નયન નિહાળે જગધણી
ઉલ્લેખ કરીને મુમુક્ષુ આત્માઓને ચેતવ્યા છે અને માનવભવમાં જીવનું કર્તવ્ય શું છે, તે જાણવા, આચરવા અને પરિણમાવવા તરફ અંગુલિનિર્દેશ કર્યો છે. ઉપરોક્ત અજ્ઞાનમાંથી બહાર નીકળી આત્માને ઓળખી, પિછાનીને આત્મજ્ઞાની થવા માટેનો આ ભવ છે; તેવી ચેતવણી તેઓ આપી રહ્યા છે. તેના સિવાય આ માનવભવમાં બીજુ કાંઈપણ કરવું એ પ્રેમકલ્પતરૂને છેદવા જેવું છે અને યોગધતૂરને વાવવા જેવું છે.
આવું ઉપરોક્ત બહિરાત્મભાવોથી યુક્ત સંસારી જીવોનું સ્વરૂપ જાણીને રાજીમતિનો તેમજ આનંદઘનજીનો આત્મા વિભાવોથી થંભીંને સ્વરૂપ ભણી હરણફાળ ભરી રહ્યો છે અને કલ્યાણની કામના હોવાથી કહી રહ્યો છે -
(ચતુરાઇરો, કુણ કહો રે, ગુરુ મિલિયો જગ સૂર) - ઉપર કહેલી સઘળી વસ્તુને પામવી તેમાં શું ચતુરાઇ છે? તે તો સ્વયંને ઠગવા બરાબર છે. આ બધા કુયોગો છે. તેને આદરવાથી અનંત સંસારમાં ભટકવું પડે છે.
લોકોને છેતરવા, આંજી નાંખવા, લોકમાં, મહાન ગણાવવું, પ્રાયશ્ચિત્ત આદિને આદરવું નહિ, સદ્ધર્મને અને પોતાના આત્માને ઓળખવો નહિ; આ બધામાં શું ચતરાઇ છે તે તો તમે મને કહો ? એમ સ્વયં રાજીમતિ પોતાના આત્માને ઢંઢોળી-ઢંઢોળીને પૂછી રહી છે.
વસ્તુતઃ તો પોતાના આત્માને પ્રાપ્ત કરવાના ઉપાયને જ ભગવાને યોગ કહ્યો છે અને પ્રાપ્ત થયેલ આત્માનું રક્ષણ કરવું તેને જ ક્ષેમ કહ્યું છે. તેવા યોગ-ક્ષેમ કરનારા ગુરુને પામીને તેના ઉપર જ આદર અને બહુમાનની છોળો ઉછાળવી જોઇએ. તેના જ ગુણગાન ગાવા જોઇએ. જગતના ચોગાનમાં તેને જ ઓળખાવવા જોઇએ કે ફલાણા-ફલાણા
ધારણા-ધ્યાન-સમાધિની સાઘના અંતઃકરણ વડે છે.