Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 03
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
1004, હૃદય નયન નિહાળે જગધણી
રત રહે છે. સાધના એટલે સાધ્ય એવા નિજ પરમાત્મતત્ત્વમાં ઓગળી જવું. સ્વરૂપાચરણ ચારિત્રમાં સ્થિતિવંત રહેવું. - અત્રે આપણે ભાવસર પર મળો-દોષોને જાણવાનો પ્રયાસ કરીએ. મિથ્યાત્વભાવમાં રમણતા, અવ્રતનું સેવન, કષાયનું આચરણ અને યોગોનું કંપન એ અધ્યાત્મમાં ભાવસ્તર પરના દોષો છે. મન, વચન, કાયાના વ્યાપારથી યોગોનું કંપન તેમજ નિષિદ્ધ એવા પાપોના કરણ, કરાવણ અને અનુમોદનરૂપ વ્યાપાર વડે આપણે દોષોને અનુભવી રહ્યા છીએ. જે . દોષોની શુદ્ધિ, ઈરિયાવહિયા, અઢાર પાપસ્થાનક, વંદિતાસૂત્ર, બૃહ અતિચાર, આલોચના, વગેરે દ્વારા પ્રતિક્રમણના માધ્યમે આપણે વ્યવહારમાં કરી રહ્યા છીએ. સર્વ દોષો-મળોનું વૈખરી વાણીરુપે પ્રતિક્રમણ કરીએ છીએ પરંતુ તેમ છતાં ભીતરમાં વૃત્તિઓ તપાસતાં તેમાં કોઈ ફેરફાર જણાતો નથી. રાગાદિ પરિણામ, કાષાયિક પ્રવૃત્તિ, દ્રવ્યકર્મ, ભાવકર્મ, નોકર્મ, વગેરેને પ્રસંગે ઉપસ્થિત થતાં જીવાત્મા આચરી જ રહ્યો છે. આંતર . જાગૃતિ વિકસિત ન થઈ હોવાના કારણે તેમાં જીવ પુનઃ પુનઃ પ્રવૃત્તિ કર્યા જ કરે છે.
અત્રે આ પ્રતિક્રમણ સૂત્રમાં ગુંથેલ સર્વ દોષોને સૂક્ષ્મદષ્ટિથી જોતાં મહાપુરુષોએ મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ એમ ચાર પ્રકારે વહેંચ્યા છે. આ ચારે પ્રકારના દોષોને સૂક્ષ્મદ્રષ્ટિથી ચિંતનાત્મક સ્તરે મૂલવતા સત્ય વસ્તુની સ્પર્શના થયા વગર રહેતી નથી.
શુભભાવરૂપ પરિણતિમાં વ્યવહાર પ્રતિક્રમણ કહ્યું છે, જેમાં આપણને અશુભભાવોની વિરમણતા સ્પર્શે છે. શુભભાવોનું ગ્રહણ અને અશુભભાવોનો ત્યાગ એ વ્યવહાર પ્રતિક્રમણ છે, જે નીચેની કક્ષાએ રહેલા જીવો માટે ઉપાદેય છે. પ્રાયઃ કરીને દરેક જીવો વિકાસક્રમની
કર્તા-ભોક્તા ભાવ કાઢી નાંખવા તે સાધના છે અને પૂર્ણ જ્ઞાતા-દષ્ટાવંત બનવું તે લક્ષ્ય છે.