Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 03
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
શ્રી નેમિનાથજી , 989
-
989
. આપ તો કલ્પવૃક્ષ, કામધેનુ અને ચિંતામણી જેવા છો! દીક્ષા લેતા પહેલા વર્ષીદાન આપવા દ્વારા જગતના દ્રવ્યદારિદ્રને ફેડનાર છો! આપના તે દાન દ્વારા બાળ, યુવાન, સ્ત્રી, પુરુષ, વૃદ્ધ, ગ્લાન, રોગી, નિરોગી, દલિત, શ્રીમંત, તપસ્વી, સંન્યાસી પોતપોતાના વાંછિતને મેળવશે
જ્યારે હું આપની ભવાંતરોની દાસી હોવા છતાં આપે મારા મનોવાંછિતને પૂર્યા નથી; તેમાં હે નાથ! આપનો કોઈ દોષ નથી પરંતુ મારા ઉદયમાં આવેલા કર્મોનો જ દોષ છે, સેવકની સેવાનો દોષ સમજુ છું. આ રીતે રાજીમતિજી પોતાના હૃદયની વેદનાને ઉત્કટ રીતે ઠાલવી રહ્યા છે.
વિવેચન .
દેતાં દાન સંવત્સરી રે, સહુ લહે વાંછિત પોષ..
સૂક્ષ્મદ્રષ્ટિએ વિચારતાં શ્રીમદ્ આનંદઘનજી મહારાજાએ રાજીમતિના સ્વાંગમાં રહીને ઉચ્ચારેલા આ શબ્દો કોઈ વિશેષ અર્થની સિદ્ધિ તરફ જ લઈ જાય છે. જે દ્વારા અર્થ ગાંભીયર્તાને પામી શકાય છે.
. અહિંયા “દેતાં” શબ્દ આપવાના, છોડવાના, ત્યાગના, વૈરાગ્યના, મૂછ ઉતારવાના, લોભ કષાયને તોડવાના અર્થમાં સીમિત થયેલો જણાય - છે. દાન દેતી વખતે દેનારનો-દાન કરનારનો હાથ ઉપર રહેલો હોય છે
જ્યારે લેનારનો હાથ, ખોબો કે ઝોળી નીચે તરફ રહેલ જણાય છે; જે ગ્રહણ કરવાના અર્થમાં, લેવાના ભાવમાં, અંગીકાર કરવાના, સ્વીકાર કરવાના ઈચ્છિત અર્થની સિદ્ધિ કરવાના અર્થમાં સમજી શકાય છે. આમ ‘દેતા' શબ્દ ત્યાગ અને ગ્રહણ અર્થમાં વપરાયેલ છે.
અન્ય મતમાં, અન્ય દર્શનમાં અથવા તો વર્તમાન કાળમાં કે ત્રણે કાળમાં સંપ્રદાયમાં જે જે રીતે પોતે સમજેલા સીમિત અર્થમાં ત્યાગ શબ્દ
જે સમયથી જીવ પોતાના બહિરાત્મભાવને જેતો થશે તે સમયથી જીવ અંતરાત્મા બનશે.