Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 03
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh

View full book text
Previous | Next

Page 447
________________ પરિશિષ્ટ , 1269 . પ્રમાણકાળ જે કહ્યો છે તેમાં તિથ્વલોકમાં અઢીદ્વીપાન્તરગત ચર સૂર્યચંદ્રની ગતિથી પ્રગટ થતો દિવસ-રાત્રિ રૂપ કાળ તે અદ્ધાકાળ છે. તેનું સ્વરૂપ નીચે મુજબ છે. અવિભાજ્ય કાળનો અવયવ - જે અત્યંત સૂક્ષ્મ છે તે સમય છે આવા અસંખ્ય સમયોની આવલિકા. ૧,૬૭,૭૭,૨૧૬ આવલિકા = ૧ મુહૂર્ત = ૪૮ મિનિટ ૩૦ મુહૂર્ત અથવા ૨૪ કલાક અથવા ૧૪૪૦ મિનિટનો = ૧ દિવસ-રાત્રિકાળ. ૩૦ દિવસ = ૧ માસ ૧૨ માસ = ૧ વર્ષ. તેમાં જે વિશેષ છે તે સમજવું જરૂરી છે. કર્મમાસ : ૩૦ મુહૂર્તનો ૧ દિવસ, * ૧ માસના મુહૂર્ત ૯૦૦ અને એક વર્ષના દિવસ ૩૬૦. ચંદ્રમાસ : ૨૯ ૩૨/૬૨ મુહૂર્તનો ૧ દિવસ. ૧ માસના મુહૂર્ત ૮૮૫ ૩૦/૬૨ * એક વર્ષના દિવસ ૩૫૪ ૧૨/૬૨. સૂર્યમાસ : ૩૦ ૧/૨ મુહુર્તનો ૧ દિવસ. ૧ માસના મુહૂર્ત ૯૧૫ એક વર્ષના દિવસ ૩૬૬. આથી સ્પષ્ટ સમજાય છે કે સૂર્યમાસ વડે (૬) અધિક રાત્રિ થાય છે અને ચંદ્રમાસ વડે (૬) અવરાત્રિ થાય છે. આ માટે કહ્યું છે કે, આકાશ કુસુમ' લઈ, વંધ્યાપુત્ર ઝાંઝવાના નીમાં નાહ્યો; એ વિઘાન જેવું અર્થહીન છે; તેવી જ સંસારની સઘળી વાતો અર્થહીન, આભાસી અને અસ–મિથ્યા છે.

Loading...

Page Navigation
1 ... 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464