Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 03
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
શ્રી નેમિનાથજી
1053
દેતાં દાન સંવચ્છરી રે, જગ લહે વાંછિત પોષ, મ. સેવક વાંછિત નવિ લહે રે, તે સેવકનો દોષ.. મનરા..૯
આકડીમાં રાજીમતિની વાંછા જે પરાકાષ્ટાએ પહોંચેલ હતી; તેમાં તેને બોધ લાધ્યો કે સંસારમાં પતિના પ્રેમને ઇચ્છવો એ મૂર્છા છે, એ અસારતા છે. આ એક પ્રાકૃતિક જડતા છે. પરના ગ્રહણપૂર્વકનો ત્યાગ એ ત્યાગ જ નથી. જે પોતાનું છે તે તો છે જ માટે તેના ગ્રહણનો કોઇ પ્રશ્ન જ ઉદ્ભવતો નથી અને જે પર છે તે તો પર હોવા માત્રથી જ તેનો ત્યાગ નથી.
પુરુષ-ચૈતન્ય સ્વભાવમાં રમી રહ્યું છે, તે વિભાવ-ભાવથી જે પરમાં રમણતા કરે છે તે જ ગુલામી છે, સેવકપણું છે. વાંછિત પોષ ત્યારે જ ગણાય કે જ્યારે તે સ્વામીના ત્યાગને ઓળખે અને તે માર્ગને અનુસરે અત્રે આત્મભાન થવું અને તેમાં સ્થિરતા કેળવવી, પરભાવથી વિરક્ત થવું; તે જ સંવર સ્વરૂપ છે. તેને સુખકર જાણી પોતે તે રૂપે પરિણમે તે જ સાચી સંવર’ ભાવના છે. જેમાં રાગાદિ ભાવોને લેશમાત્ર પણ પોતાના ઉપયોગમાં ભેળવતો નથી. આમ ઉપયોગને શુદ્ધાત્માની પ્રીતિમાં જોડે છે ત્યારે ત્યાં કર્મોનો સંવર થાય છે. વીતરાગ ભાવનો જ્યાં અંશ ઝળકે ત્યાં મોક્ષમાર્ગ છે. સમિતિ, ગુપ્તિ, પરિષહ જયં, દેશવિધ-યતિધર્મ, બાર ભાવના, પાંચ ચારિત્ર આ સર્વને સંવરના કારણો કહ્યા છે; તેના પાલનથી આશ્રવ રોકાય છે અને સંવરમાં સ્થિરતા વધતાં નિર્જરા થાય છે અને તેનાથી ધર્મધ્યાન અને શુક્લધ્યાનની પ્રાપ્તિ થાય છે. આમ ધ્યાનનું કારણ સંવર છે.
પરિવર્તન, ઉત્પાદ-વ્યય પ્રધાન છે.
આત્માના સ્વસ્વભાવની અપેક્ષાએ પરમાર્થથી જોઇએ તો આ · સંવર, વગેરે એ કોઇ તત્ત્વ નથી કારણકે તે તત્ત્વ તો ભેદજ્ઞાન કરાવવામાં