Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 03
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
1190 , હૃદય નયન નિહાળે જગધણી
જોવા મળે છે તેમ નિમિત્તની મહત્તા બતાવનારા વચન પ્રયોગો તો તેનાથી અધિક મળે છે. નિમિત્તોની પાછળ કેવળ ભમ્યા કરતો હોય અને ઉપાદાનને જાગૃત ન રાખતો હોય ત્યારે શાસ્ત્રો ઉપાદાન કેળવવા ઘણા વચન પ્રયોગ કરે કે ઉપાદાનની જરૂર પડશે-ઉપાદાનની જરૂર પડશે ત્યારે કોઈ એવો અર્થ પકડી લે કે નિમિત્તની જરૂર નથી ઉપાદાનની જ જરૂર છે તો તે વ્યાજબી વાત નથી. સાધકે સંદર્ભને આધીન સત્ય સમજવું જોઈએ.
માણસને એનું નિસર્ગ ઉપાદાન હોય તો નિમિત્તની જરૂર નથી એમ કહેવાય પણ એવું તો છે નહિ. તીર્થકરોનું ઉપાદાન પણ નિસર્ગથી નથી. એ પણ ઘણું અથડાય, કુટાય, ઊંચી નીચી ગતિઓમાં જાય પછી. જ આગળ વધે છે. નિસર્ગ ઉપાદાન એટલે ક્યારે પણ કોઈપણ ભવમાં કોઈ ભોમિયો-માર્ગદર્શક મળ્યો ન હોય અને જાગૃતિ આવી ગઈ હોય.
જ્યાં સુધી ઉપાદાન છે ત્યાં સુધી નિમિત્ત છે અને તે ઉપકારી છે. ઉપાદાન તરફ દૃષ્ટિ રાખીને જોશો તો તમને નિમિત્ત કાંઈ કરતુ નહિ દેખાય અને નિમિત્ત તરફ દૃષ્ટિ રાખીને જોશો તો તે તમને ઘણું કરતું દેખાશે. આ તો દૃષ્ટિ દૃષ્ટિનો ફેર છે. જ્યારે ઉપાદાન શુદ્ધાત્માપરમાત્મા બને છે, પછી ત્યાં નિમિત્ત રહેતું નથી. પછી નિમિત્ત એ નિકાલી બાબત બની રહે છે. નિમિત્ત એકલું કાંઈ જ કરી શકતું નથી તેમ ઉપાદાન પોતે એકલું કાંઈ કરી શકતું નથી. માટે જ ઉપાદાન વિશે કહ્યું કે ઉપાદાન જાગૃત હશે તો નિમિત્ત ફળશે.
એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકે નહિ. દરેક દ્રવ્ય સ્વતંત્ર છે. એ વાત તો અમને માન્ય છે પણ નિમિત્ત અને ઉપાદાન એ બન્ને
કેવળજ્ઞાન પરવ્ય અનૈમિત્તિક છે, પૂર્ણ છે. જ્યારે મતિજ્ઞાન આદિ યારે જ્ઞાન પદ્રવ્ય નૈમિત્તિક છે.
કારણ કર્મ આવરણ છે અને તેથી અપૂર્ણ છે.