Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 03
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
શ્રી મહાવીરજી , 1215
અજ્ઞાન મુક્તિ મળે છે, ઉપયોગકંપન મુક્તિ મળે છે.
ચૌદમા ગુણસ્થાનકે શૈલેષીકરણના બળથી યોગવ્યાપારરૂપ પરપરિણતિ જાય છે એટલે યોગકંપન મુક્તિ મળે છે.
સિદ્ધ અવસ્થાના પ્રાગટ્યથી પ્રદેશ અસ્થિરતારૂપ પરપરિણતિનો નાશ થવાથી પ્રદેશ સ્થિરત્વરૂપ મુક્તિ મળે છે.
કવિશ્રીનું કહેવાનું તાત્પર્ય એ છે કે પરાકાષ્ટાના વીર્ય પ્રવર્તનથી યોગક્રિયા શુભ હોય કે અશુભ એમાં પ્રવેશ થશે નહિ. યોગ નિવૃત્તિ થતાં અર્થાત્ યોગસંન્યાસ આવતા યોગધૈર્ય એટલેકે શેલેશીકરણ થશે. જેનાથી આત્મા અનંતવીર્યના બળે હેજે ખસશે નહિ-ચલિત થશે નહિ. એ અચલ, અમ્રુત, અવ્યય, અવ્યાબાધ બનશે.
કાળની ગતિ વિષમ છે. ભલભલા ચક્રવર્તીઓ પણ જોતજોતામાં ચાલતા થઈ ગયા છે. માટે પ્રમાદી ન બનવા ઉપર આ કડીમાં ભાર મૂકવામાં આવ્યો છે.
' અયોગી અવસ્થાને આત્મા કેવી રીતે પ્રાપ્ત કરે છે, તેને હવે કવિશ્રી જણાવી રહ્યા છે.
કામ વીર્ય વશે જેમ ભોગી, તેમ આતમ થયો ભોગી રે, - શૂરપણે આતમ ઉપયોગી થાય તિણે અયોગી રે.. વીર..૫
અર્થ કામ વાસનાને વશ થએલો મનુષ્ય, જેમ પોતાના વીર્યને ભોગોમાં ફોરવવા દ્વારા ભોગી બને છે; તેમ શૂરવીર પુરુષ પોતાના આત્મામાં જ ઉપયોગ વીર્યને ફોરવીને તેના બળે અયોગી બને છે.
વિવેચનઃ પુરુષ વેદના ઉદયથી જીવ સ્ત્રીને ભોગવવાની ઈચ્છા
નિર્વિચાર-નિર્વિકલ્પ બનવું એ મનોયોગનું ધ્યાન છે.