________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમસ્થાન-અધ્યાય બીજો.
કહેલું છે. ત્રીજાં સ્થાન ચિકિત્સિત નામે છે તેમાં જ્વરાદિ રોગાના ઉ પચાર કહેલા છે. ચોથું સૂત્રસ્થાન છે તેમાં ઔષધો બનાવવાના તથા તેને યેાજવાના વિધિ કહેલા છે. પાંચમું કલ્કસ્થાન છે તેમાં અનેક પ્રકારનાં કલ્ફ કહેલાં છે. શારીરસ્થાન છે તેમાં શરીરની ઉત્પત્તિ વગેરે કહેલું છે. એપ્રમાણે આયુર્વેદના કર્તાઓએ જેપ્રમાણે કથન કર્યું છે તેપ્રમાણે કહેલું છે.
આઠ પ્રકારની ચિકિત્સા,
शल्यशालाक्यकायाश्च तथा बालचिकित्सितम् । अगदं विपतन्त्रं च भूतविद्या रसायनम् ॥ वाजीकरणमेवेति चिकित्साष्टकमेव च । वैद्यागमेषु सर्वेषु प्रोक्तं श्रेष्ठमते महत् ॥
શલ્ય ચિકિત્સા, શાલાક્ય ચિકિત્સા, કાય ચિકિત્સા, બાલ ચિકિત્સા, અગદ ચિકિત્સા, વિષ ચિકિત્સા, ભૂતવિદ્યા, રસાયન, અને વાજીકરણ, એ આઠ પ્રકારની ચિકિત્સા છે. ( રસાયન અને વાજીકરણ એ મળીને એક ગણવાથી આઠ પ્રકાર થાયછે) હે શ્રેષ્ઠ બુદ્ધિવાળા ! સર્વે વૈદ્યકનાં શાસ્ત્રોમાં એ આઠ પ્રકારની ચિકિત્સાને શ્રેષ્ઠ કહેલી છે.
तथा चाष्टौ चिकित्सायां वदन्ति वेदविज्जनाः । यन्त्रशस्त्राग्निक्षाराणामौषधं पथ्यमेव च ॥ स्वेदनं मर्दनं चैव प्रोक्तान्युपकराणि च । एतैर्वैद्यकशास्त्रस्य सारो भवति सर्वतः ॥
૯
તેમજ આયુર્વેદને જાણનારા પુરૂષોએ ચિકિત્સામાં યંત્ર, શસ્ત્ર, અગ્નિ, અને ક્ષારનાં કર્મ, ઔષધ, પથ્ય, સ્વેદન, ( પરસેવા કાઢવા ) અને મર્દન ( ચાળવું ), એ આઠ સાધન કહ્યાં છે. એ આઠ વૈદ્યકશાસ્ત્રમાં સર્વ ઠેકાણે સારરૂપ છે.
શલ્યતંત્ર,
यन्त्रशस्त्रप्रवन्धैस्तु येन चोपचरेद्भिषक् । तं च शल्योद्धरणकं प्रोच्यते वैद्यकागमे ॥ नाराचवालवल्लीभिर्भलैः कुन्तैश्च तोमरैः । शिलाग्निभिन्नगात्रस्य तत्र स्याद्यदि शल्यकम् ॥
For Private and Personal Use Only