________________
નં. ૪૪ ધરસેન ૨ જાનાં બંટીયાવાળાં તામ્રપત્ર
ગુ. સં. ૨૫૭ ૨. વ. ૧૫ બંટીયાના માસ્તરે આ તામ્રપત્રની પ્રતિકૃતિ ૧૯૦૪ માં વોટસન મ્યુઝીયમમાં મોકલી હતી. અસલ તામ્રપત્રે મળી શક્યાં નથી. પતરાંઓનું મા૫ આશરે ૧૨૪૮” છે અને તેમાં ૧૭ અને ૧૫ પંક્તિઓ છે. આ જ રાજાનાં એ. ઈ. જે. ૧૧ પા. ૮૦ એ પ્રસિદ્ધ થએલાં તામ્રપત્રો ને આ બહુ અંશે મળતાં આવે છે.
શરૂવાતમાં વલભીનું નામ આપેલ છે, જ્યાંથી દાન આપેલ છે. પછી ભટ્ટાર્કથી માંડીને દાન આપનાર ધરસેન બીજા સુધીના રાજાઓની વંશાવલિ આપેલ છે.
જે બ્રાહ્મણને દાન આપવામાં આવેલ છે તેનું નામ દેવદત્ત છે. તેનું ગોત્ર શાંડિલ્ય છે અને તે મિત્રાયણિ શાખાને છે
દાનમાં આપેલું ગામ ભક્કપત્ર છે અને સુરાષ્ટ્રમાં કેન્ડીન્યપુરની ઉત્તરમાં આવેલું છે. સુલેહ અને લડાઈ ખાતાના અધિકારિ સ્કન્દભટે દાન લખેલું છે અને દતક ચિબિર નામે છે. દાન આપાયાની તિથિ સં. ૨૫૭ ના વૈશાખ વદિ ૧૫ અમાવાસ્યા છે અને તે દિવસે
સૂર્યગ્રહણ હતું
ધરસેન ૨ જાનાં પ્રાપ્ત તામ્રપત્રોમાંના સં. ૨૫ અને સં. ૨૨૯ ની વચેનું આ સં. ૨૫૭નું તામ્રપત્ર તે માટે ગાળે અમુક અંશે ટુંકે કરે છે.
તે દિવસ સૂર્યગ્રહણ હતું, એ હકીકત પણ ખાસ આ સંવતની શરૂવાત ચેકસ કરવામાં ઉપયોગી થાય, એ સંભવ છે
વ. મ્યુ. રી. ઈ. સ. ૧૯૨૫-૨૬ પા. ૧૩ ડી. બી. ડીસ્કલકર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com