________________
નં ૭૪
ધ્રુવસેન ૩ જાનાં તામ્રપા
સંવત્ ૩૩૪ માધ સુદ ૯ ( ઇ. સ.૬૫૩-૫૪ )
*
ઉપર પ્રસિદ્ધ કરેલા રાષ્ટ્રકૂટના દાનપત્રની પેઠે નીચે આપેલા દાનપત્રના મૂળ લેખ ગુજ: રાતમાં કપડવણજમાં મળ્યા હતા. આ લેખ ઉપસાવેલા કાંઠાવાળાં બે તામ્રપત્રાના અંદરના ભાગમાં કાતરેલા છે. દરેક પતરાંનું માપ ૧૩”x૧૦?”નું છે. જમણી બાજુની કડી ખાવાઈ ગઈ છે. ડાબી માજીની કડી જેના ઉપર મુદ્રા છે તે વિસમ આકૃતિની આશરે ૐ” જાડી છે. લંખગાલાકૃતિની મુદ્રાનું માપ ૨’” × ૨રૂં” છે. તેના ઉપર ઉપસાવેલા ભાગમાં ડાખી તરફ મુખવાળા બેઠેલા એક નદી છે. તેની નીચે હંમેશના શ્રીમાર્ક: લેખ છે. ખન્ને પતરાંએ તથા મુદ્રા સુરક્ષિત સ્થિતિમાં છે.
દાન આપ્યાનું સ્થળ “સિરિ—સિમ્મિણિકા”—જે પ્રાકૃત નામ જેવું દેખાય છે—ની છાવણી છે. લેખમાં હુંમેશ મુજબની ધ્રુવસેન ૩ જા સુધીની વંશાવળી આપી છે. તેમાં લખ્યું છે કે તેણે વાજસનેય શાખાના અભ્યાસ કરતા કૌશિક ગાત્રના, ચતુર્વેદી મહિકના રહીશ ખપ્પાના પુત્ર બ્રાહ્મણ શટ્ટિભટને શિવભાગપુર વિષયના દક્ષિણાપટ્ટમાં આવેલું પટ્ટપર નામનું ગામ આપ્યું છે. આ દાનપત્રમાં બે વાર આવતું મછિક નામ જરા જુદી લિપિમાં પછળથી સુધારા તરીકે લખેલું જણાય છે. દૂતક પ્રમાદ નાગ હતા, અને લેખ લખનાર સંધિવિષિત મુખ્ય મંત્રી સંદભ ના પુત્ર ક્રિવિરપતિ અનહિલ હતે. દાનપત્રની તારીખ [ ગુપ્ત- ) સંવત ૩૩૪ અથવા ઇ. સ. ૬૫૩-૫૪ ના માઘ શુદ ૯ હતી.
*
એ. ઈ. વા. ૧ પા, ૮૫ ઈ. હુલ્સ, ૧ ઉપરનું વા. પા.પર ૨ જીએ ઈ. એ. વા. ૭ પા.૭૬ ૭ જુ ઈ. એ. વા. ૭ પા. ૭૯ જ્યાં પ્રતિકૃતિનું વાંચન શ્રીનાર છે. પણ શ્રીના ॥ જે અક્ષરાંતરમાં છે.તે પ્રમાણે નથી. દજીએ. ઈ. એ. વો.૭ પા. ૭૬ અને વે, ૧૧ પા. ૩૧૬ ૫ જુએ. ઈ.એ. વા. પા.૧૭ અને ૪૫ અંતમાં અને વે. ૭ પા. ૭૩ ૬ પ્રા. મ્યુહુરના મત પ્રમાણે ( ઇ. એ. વે. ૧૫ પા. ૩૩૭ નેટ ૧૦ અને વા. ૧૭ પા. ૧૯૭૦ નોટ ૫૦) ધ્રુવસેન ૩ જાનું અપ્રસિદ્ધ દાનપત્ર તારીખ ૩૩૨ સંવત નું છે. ધ્રુવસેન ૩ જાના રાજ્યસમયની સીમા તેની પહેલાંના ધરસેન ૪ થા ( ૩૩૦) તથા તેની પછીના ખરગ્રહ રજા ( ૩૩૭) ની વચ્ચે નક્કી થાય છે.
६२
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com