________________
નં૦ ૧
ધરસેન ગુજાનાં ભાવનગરમાંથી મળેલાં તામ્રપત્રા
૩. સ. ૩૦૪ માઘ. સુ. ૭
આ પતરાંએ સંબંધી છે. ખી. કે. ઠાકારે માહિતી આપી હતી અને તે ભાવનગરના ઢાણાના વેપારી દ્વીપસંગ કાનજીના કમજામાં હતાં. પતરાં એ છે અને તેમાં ધરસેન ૩ જાનું પૂરું દાનપત્ર છે. તે ૧૨ ઈંચ લાંખાં અને ૮ ઈંચ પડાળાં છે અને પહેલામાં ૨૪ અને ખીજામાં ૨૦ પંક્તિ છે.
ખરગ્રહના દીકરા ધરસેન ૩ જાએ ખેટક પ્રદ્વારમાં લશ્કરી મુકામ હતા ત્યાંથી દાન આપેલું છે. શરૂઆતમાં લટાŠથી માંડીને ધરસેન ૩ જા સુધીના વંશના રાજાઓનું વર્ણન છે અને તે ધ્રુવસેનના સં. ૩૧૦ ના દાનની સાથે લગભગ મળતું આવે છે.
જેને દાન મળ્યું તે બ્રાહ્મણુ વિષ્ણુયશસના દીકરા મિત્રયશસ નામે હતે. તે આત્રેય ગેત્રને, અથવવેદી અને હસ્તવપ્રના રહેવાસી હતા.
તેને નીચે પ્રમાણે દાન આપવામાં આવેલું હતું. ( ૧ ) સુરાષ્ટ્ર વિષયમાં હસ્તવપ્ર આહરમાં અમકરકૂપ ગામમાં ૧૦૦ પાદાવર્ત્ત જમીન; (૨) કાલાપક પંથકમાં ડભક ગામમાં એક ખેતર, ( ૩ ) તેજ ગામમાં ૧૮ પાઢાવર્ત્ત માપવાળી વાવ, (૪) શિરવટક સ્થલીમાં હસ્તિષ્કૃષ્ટક ગામમાં ઉત્ખન ( ? ) પાદાવર્ત્ત જમીન.
રાજકુમાર શીલાદિત્ય દૂતક તરીકે આપેલ છે અને સુલેહ તથા લડાઈ ખાતાના અધિકારી વત્રભદૃિએ લખેલ છે.
દાનની તિથિ છુ. વ. સં. ૩૦૪ ના માઘ સુ. ૭ છે.
આની ઐતિહાસિક ઉપયેાગિતા એ છે કે શીલાદિત્યની છેલ્લીમાં છેલ્લી સાલ ર૯ર અને ધ્રુવસેન ૨ જાની વ્હેલામાં વ્હેલી સાલ ૩૧૦ વચ્ચેની એક પણ સાલ મળી નથી. વળી આ એ રાજાઆની વચ્ચે ખરગ્રહ અને ધરસેન ૩ જો એમ એ રાજાશ્માએ રાજ્ય કર્યું હતું, પણ તેમાંથી કાઈનું દાનપત્ર અત્યાર સુધી મળ્યું નહેાતું. આ દાનપત્રથી તેથી સં. ૧૯૨ અને ૩૧૦ વચ્ચેના ગાળા અમુક અંશે ટુંકા થાય છે.
સુરાષ્ટ્ર ( અત્યારનું કાઠિયાવાડ ) હસ્તવપ્ર ( ભાવનગર સ્ટેટમાંનું હાથખ ) અને કાલાપક ( હાલનુ કાઠિયાવાડની નૈઋત્ય કાણે આવેલું કાળાવડ ), એ ત્રણ સિવાય બીજી જગ્યાએનાં નામ મળતાં નથી.
* વા. મ્યુ. રી. ઈ. સ. ૧૯૨૫-૨૬ પા. ૧૪ ડી, ખી, દીલા
*.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.unaragyanbhandar.com