________________
નિં. ૯ ધરસેન ૨ જાના એક દાનપત્રનું પહેલું પતરું આ પતરાના નીચેના બે ખુણુઓ ભાંગેલા છે. પણ તે સિવાય એ સારી સ્થિતિમાં છે. તેનું માપ ”x૧ર” છે. તેમાં ૧૯ પંક્તિઓ લખેલ છે, અને આખો લેખ વ્યાકરણની ભૂલ વગરને છે. દાનપત્ર વલભીમાંથી જાહેર કરવામાં આવ્યું હતું.
ધરસેન ૨ જાના પ્રાસ્તાવિક વર્ણનના ભાગથી આ લેખ પૂરે થાય છે. પરંતુ દાનપત્ર તે જ રાજાનું છે એમાં સંશય નથી. કારણ કે તેને પ્રસ્તાવનાને ભાગ, વંશના સ્થાપક ભટ્ટારકથી શરૂ કરી ધરસેન ૨ જા પછી આવતા શીલાદિત્ય ૧ લાના સમયનાં દાનપત્રોમાં જણાયું છે. તેમ, કંઈ પણ ઓછું કર્યા સિવાય, સંપૂર્ણ વંશાવળી આપે છે. ધરસેન ૨ જાનાં દાનપત્રો પછીનાં બધાં દાનપત્રોમાં ગુહસેનનું નામ ભટ્ટારક પછી વંશાવળીમાં તરતજ આવે છે, જ્યારે વચ્ચેના ચાર રાજાઓ, ધરસેન ૧, કોણસિંહ, ધ્રુવસેન ૧ અને ધરપદ( અથવા ધરપટ્ટ)નાં નામ તન છોડી દેવામાં આવ્યાં છે. માટે આ દાનપત્રમાં ધરસન ૨ જના વર્ણનને ભાગ (તેનાં નામ શિવાય) પહેલા પતરામાં આવતો હોવાથી, તેણે જ તે જાહેર કરેલું હોવું જોઈએ. અને જે દૈવયેગે બીજું પતરું મળી આવે તે આ બાબત ચેકસ તેમ જ છે, એવું માલુમ પડશે. વળી, આ દાનપત્ર ધરસેન ૨ જાના રાજ્યના પ્રથમ સમયનું છે, એમ પણ બતાવી શકાય છે. કારણ કે, આ રાજાના આરંભકાળનાં દાનપત્રો એટલે, સં. ૨૪૮ અને ૨૫રનાં વલભીમાંથી જાહેર કરાયેલાં છે, અને પછીનાં દાનપત્રો, એટલે સં. ર૬૯ અને ૨૭૦ નાં ભદ્રપટ્ટન નામની લશ્કરી છાવણીમાંથી જાહેર થયાં છે. આ દાનપત્ર વલભીમાંથી જાહેર થયું હતું તેથી તે તેના રાજ્યના આરંભકાળનું હોવાનો ઘણો સંભવ છે. '
*જ
છે. બ્રા. ર. એ. સ. યુ. સી.
, પા ૨૪ ડી. બી. દિકર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com