________________
१३०
गुजरातना ऐतिहासिक लेख
વરાદ્રા અથવા વડેદરાને મળતું આવે છે. પરંતુ કાઠિયાવાડના નકશામાં આ નામવાળાં ઘણાં સ્થળે છે પણ તેમાંનાં એક પણ પાસેથ્યા દાનપત્રમાં લખેલાં ભદ્રાણક, પુષ્પિલનક, પ્રમિલનક અને દીક્ષાનાક નામનાં ગામે આવેલાં નથી. પ્રાચીન સમયમાં પણ વટપદ્ર સાધારણુ નામ હશે એમ જણાય છે. કારણ કે, આ દાનપત્રમાં વટપદ્રની આગળ લગાડેલે શબ્દ પવાં, જેના અર્થ મેં, “ ખલવર્મનનું અથવા ખલવર્મને સ્થાપેલું ” કર્યાં છે, તે ફક્ત આ ગામ તથા તેવાં અનેકાથી ગામે વચ્ચેના તફાવત ખતાવે છે.
'
દાનમાં આપેલી વસ્તુએનું વર્ણન આપતા ભાગ નીચે પ્રમાણે છેઃ—
યમલવાપી, જે, પચીસ ચેરસ ફૂટના ઘેરાવવાળી, વટપદ્રની સીમાની અંદર ઉત્તર તરફ આવેલી છે. અને વાણિધાષ કુવાની પશ્ચિમે, બલભટના ફૂવાની દક્ષિણે તથા ચન્દ્વભટના કૂવાની પૂર્વે છે. આ ઉપરાંત ૧૫૦ ચેારસ ફૂટનું પશ્ચિમ તરફની સીમા ઉપરનું એક ક્ષેત્ર, જે ભતાણક ગામના રસ્તાની દક્ષિણે, વીતખટ્ટાની પશ્ચિમે દીન્નાનાકના રસ્તાના ઉત્તરે, તથા ખરટકની સીમાની પૂર્વે છે; તથા [ ૧૫૦ ચારસ ફૂટનું એક ક્ષેત્ર] દક્ષિણ તરફની સીમા ઉપર, પૂજ્ય ભગવાન આદિત્યના કુવાની પૂર્વે, માઆ(?) કાકિન્નિ(કાકિમ્બિ ?)ના ક્ષેત્રની ઉત્તરે, શ્રમિલનક ગામના રસ્તાની દક્ષિણે, પુમ્મિલાનક ગામની સીમાની પશ્ચિમે; આ રીતે કૂવા સહિત આ ર૯૫ ચારસ ફૂટ ( જમીન ) ( આપવામાં આવી છે )
...
...
આ દાન આપવાના હેતુ હમ્મેશ મુજખને, એટલે, મંદિરની પૂજા તથા સમાર કામના ખર્ચની સગવડ કરવાના છે.
આખષી હકીકતા કરતાં વધારે જાણવા જેવી હકીકત દૂતક, જે કદાચ વટપદ્ર જ્યાં આવેલું છે તે પ્રદેશના અમલ કરનાર અધિકારી હશે, તેનું નામ, અને દાનની તારીખ છે. દૂતક ખરગ્રહ નામનેા છે. અને પછીનાં પતરાંઓ ઉપરથી આપણે જાણીએ છીએ કે ખરગ્રહ ૧ લેા શિલાદિત્ય ૧ લાતે ન્હાના ભાઈ અને તેના પછી ગાદીએ આવનાર હતા. અને તે શીલાદિત્યના સમયમાં રાજ્યવહીવટ ચલાવતા હતા.
દ્ભુતક અને રાજાને એક જ કહેવામાં હું જરા પણ સંકેચ રાખતા નથી, તથા આ જવામદારીવાળી જગ્યાએ તેની નિમણુંક હાવાની અંગે રાજ્યની ખરી સત્તા છેવટે તેના હાથમાં આવી અને “પાતાના બંધુના આદેશ પ્રમાણે વર્તન કરી, એક કેળવાયલા ખળદ ધાંસરૂં ઉપાડે તેવી રીતે, જો કે ઉપેન્દ્ર( વિષ્ણુ )ના વડિલ બંધુ ( ઇન્દ્ર ) જેવા પાતાના વિડલ બંધુની બહુ ઈચ્છા જાતે ( રાજ્યલક્ષ્મી ) ઉપાડવાની હશે છતાં, પોતે રાજ્યલક્ષ્મીના ભાર ઉપાડી લીધે હતા.
આ લેખની તારીખ સંવત ૨૯૦ છે. જ્યારે શીલાદિત્યનાં બીજા બધા જાણવામાં આવેલ લેખા સંવત્ ૨૮૬ ના છે. આ નવી તારીખથી શીલાદિત્યનાં અને ખીજા ધ્રુવસેનનાં સંવત્ ૩૧૦ નાં જ્ઞાનપા વચ્ચેનું અંતર ૨૦ વર્ષનું જ રહે છે. જે સમયાન્તરમાં બે રાજાએ થયા, એક ખરગ્રહ ૧ લે અને ધરસેન ૩ જે. તેથી આ દાન શીલાદિત્યના રાજ્યના અંતના સમયમાં આપ્યું હશે અને ત્યાર બાદ ચાડા સમયમાં જ તેને પદભ્રષ્ટ કર્યાં હશે, એ બહુ સંભવિત છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com