Book Title: Dandak Prakaran Vivechan
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 4
________________ વનસ્પતિકાય જીવો પણ જુદા સ્થળોમાં રહેલા હોય છે માટે તે દંડક જુદો ગણ્યો જણાય છે. (૬) બેઇન્દ્રિય જીવોનો દંડક - આ જીવો નારકીના ક્ષેત્રોમાં તેમજ દેવલોકના ક્ષેત્રોમાં ઉત્પન્ન થતાં નથી આથી જુદો દંડક જણાવ્યો હોય એમ લાગે છે. (૭) તે ઇન્દ્રિય જીવોનો દંડક - આ જીવો પણ નરક ક્ષેત્રોમાં તથા દેવોના ક્ષેત્રોમાં ઉત્પન્ન થતાં નથી. માટે જુદો જણાવેલો લાગે છે અને બેઇન્દ્રિય જીવો કરતાં એક ઇન્દ્રિય વિશેષ હોવાથી જુદો જણાવેલો લાગે (૮) ચઉરીન્દ્રિય જીવનો દંડક - આ જીવો પણ નરક ક્ષેત્રોને વિષે તેમજ દેવ ક્ષેત્રોમાં પણ ઉત્પન્ન થતાં નથી અને એક ઇન્દ્રિય વિશેષ છે માટે જુદો જણાવેલો જણાય છે. આ ૬-૭-૮ ત્રણ દંડકોની વિશેષતા એ છે કે એ ત્રણે દંડકમાંથી જીવ મનુષ્યપણામાં આવે તો એ મનુષ્ય ભવમાં મોક્ષે જઇ શકતા જ નથી. (૯) પંચેન્દ્રિય તિર્યંચનો દંડક - આ દંડકમાં સન્ની તિર્યંચો તથા અસન્ની તિર્યંચો બન્નેનો સમાવેશ સાથે કરેલો છે. શાથી જુદા નથી જણાવ્યા એ કાંઇ કારણ સમજાતું નથી પણ એમ લાગે છે કે આગમોને વિષે પણ દંડક મુજબ દ્વારોનું વર્ણન આવે છે તેમાં પંચેન્દ્રિય તિર્યંચરૂપે દંડક આવે છે તેમાં સન્ની અસન્નીપણાના ભેદો પાડેલા નથી માટે એ પ્રમાણે લીધેલાં જણાય છે. (૧) મનુષ્યગતિનો એક દંડક ગણેલ છે. આ મનુષ્યપણામાં પણ અસન્ની મનુષ્ય રૂપે ગર્ભજ મનુષ્યોમાં કર્મભૂમિનાં મનુષ્યો-અકર્મભૂમિનાં મનુષ્યો તથા અંતર્લીપના મનુષ્યો એમ ભેદ પડી શકે છે છતાં અહીં એક દંડક જણાવેલ છે. દેવગતિના ૧૩ દંડકો ભવનપતિના દશ ભેદોનાં જુદા જુદા દશ દંડકો કહેલા છે. આ દશ દંડકોની પરિપાટી દરેક આગમોને વિષે એટલે તત્વજ્ઞાનવાળા આગમોને વિષે જ્યાં દંડક ઉપર વર્ણન આવે છે ત્યાં આ દશ દશ ભેદો દંડક રૂપે જુદા જણાવેલા છે માટે આ મહાપુરૂષે તે પરિપાટી સાચવવા માટે આ દશેય દંડકો જુદા જણાવેલા લાગે છે. (૧૧) વ્યંતર દેવોનો દંડક જેમાં વ્યંતર જાતિના દેવો વાણવ્યંતર જાતિના દેવો અને તિર્યક જૈભગ જાતિના દેવોનો સમાવેશ થાય છે. (૧૨) જ્યોતિર્ષિ દેવોનો દંડક જેમાં ચર અને અચર બન્ને પ્રકારના દેવોનો સમાવેશ થાય છે. (૧૩) વૈમાનિક દેવોનો દંડક કલ્પોપન્ન અને કલ્પાતીત દેવો બન્નેનો આમાં સમાવેશ થાય છે. આ રીતે ૧ + ૯ + ૧ + ૧૩ = ૨૪ દંડકો થાય છે. નરકગતિ-૧ + તિર્યંચગતિ-૯ + મનુષ્યગતિ-૧ + દેવગતિ-૧૩ = ૨૪ દંડકો થાય છે કે જ્યાં જીવો. દંડાયા જ કરે છે. આના ઉપરથી એ નક્કી થાય છે કે ચારે ગતિમાંથી કોઇપણ ગતિમાં જીવને સુખ નથી. દુ:ખે દુ:ખ અને દુઃખ જ હોય છે એટલે જેમ જીવ દંડાતો જાય તેમ દુ:ખ ભોગવતો જાય છે અને પરંપરા પણ મોટાભાગે દુ:ખની સર્જતો જાય છે. આથી આ મહાપુરૂષે જેના જનાથી જીવો દંડાય છે એને ઓળખીને એનાથી સાવધ રહી સુખમાં લીન Page 4 of 161

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 161