Book Title: Dandak Prakaran Vivechan
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 3
________________ તીર્થંકર પરમાત્માઓને નમસ્કાર કરીને આગમોમાં જણાવેલ છે કે જીવ જે દંડ પામી રહ્યા છે તે અનેક જુદા જુદા પદાર્થોથી દંડ પામી રહેલા હોય છે. તેમાંથી ખાસ સમજવા લાયક અને જીવોને વિશેષ ખ્યાલ આવે એ હેતુથી તેમાંથી શોધી શોધીન એક એક દંડકવાળા જીવો ચોવીશ ચોવીશ પદાર્થોથી હંમેશા દંડાયા જ કરે છે. એ ચોવીશ દંડકોમાં ચોવીશ ચોવીશ દ્વારોના પદાર્થોનું વર્ણન કરવાનું હોવાથી આ મહાપુરૂષે ચોવીશે. તીર્થંકર પરમાત્માઓને નમસ્કાર કરેલા છે. એ દરેક શ્રી તીર્થંકર પરમાત્માઓ પણ એ ચોવીશ દ્વારોથી સંસારમાં સંખ્યાતા ભવો, અસંખ્યાતા ભવો અને અનંતા ભવોના દંડને પામેલા છે. તે પોતાના સ્વરૂપને ઓળખીને એ ચોવીશે તીર્થકરોએ છેલ્લા ભવે સંસારમાં રાજગાદી ઉપર રહીને વગર દંડ પામે એટલે દંડાયા. વગર હજારો-લાખો, ક્રોડો વરસો પસાર કરીને જીવન જીવી બતાવ્યું છે. દંડ કરનાર સાધન હયાત હોવા છતાં જીવ જો રાગાદિ પરિણામોને ઓળખીને જોરાવર બની જાય તો એ પદાર્થોમાં આત્માને દંડ દેવાની જરાય શક્તિ રહેતી નથી અને એ પદાર્થોની સહાયથી જ એના દ્વારા આત્મા પોતાના સંપૂર્ણ શુદ્ધ સ્વરૂપને સારી રીતે પ્રાપ્ત કરી શકે છે એવો ચિતાર સાક્ષાત ચોવીશે તીર્થંકર પરમાત્માઓએ પોતાના જીવનમાં જીવી બતાવેલ છે માટે જ આ મહાપુરૂષે ચોવીશ તીર્થંકર પરમાત્માઓની સ્તુતિ અને નમસ્કાર કરીને આ પ્રકરણ કહેવાનો પ્રારંભ કર્યો છે એમ લાગે છે. આથી આ દંડક પ્રકરણની મહત્તા સમજી એ પદાર્થોનું બરાબર જ્ઞાન મેળવી એમની ઓળખ કરી એવી રીતે જીવન જીવતા બનીએ કે જેથી રાગાદિની મંદતા થાય-રાગાદિ સંયમીત થાય અને એમ કરતાં કરતાં આત્મશક્તિ પેદા કરીને એ રાગાદિનો સંપૂર્ણ નાશ કરીને-વીતરાગ દશાને પામીને- કેવલજ્ઞાન પામી-યોગ નિરોધ કરી-આપણું પોતાનું સંપૂર્ણ શુધ્ધ સ્વરૂપ પેદા કરી શકીએ. સો કોઇ આ પ્રકરણને જાણી પરંપરાએ જલ્દી મોક્ષ સુખને પામો એ અભિલાષા. ચોવીશ દંડક્ના નામો (૧) નારકીનો એક દંડક - આ દંડકને વિષે સાતેય નારકીનો સમાવેશ થઇ જાય છે. સાતે નારકીનાં દંડકો જુદા જુદા કહેલા નથી એનું શું કારણ એ કાંઇ સમજાતું નથી. પણ આગમોને વિષે એ પ્રમાણેની પરિપાટી દખાય છે માટે આ મહાપુરૂષે એ જ પરિપાટીથી અને વર્ણન કરવા માટે સાતે નારકીનો એક દંડક કહેલો જણાય છે. તિર્યંચ ગતિના ૯ દંડકો હોય છે. (૧) પૃથ્વીકાય દંડક - પૃથ્વી રૂપે જગતમાં જ્યાં જ્યાં જે જે સ્થાનમાં જીવો ઉત્પન્ન થયેલા હોય ત્યાં રહીને એ જીવો કેવી કેવી રીતે દંડાય છે. શેના શેનાથી દંડ પામે છે એનું જે વર્ણન તે પૃથ્વીકાય દંડક. (૨) અપકાય દંડક - જ્યાં પૃથ્વી હોય ત્યાં પાણી હોય જ એવો નિયમ નથી માટે અપકાયના સ્થાનો જુદા જુદા હોય છે. આથી આ દંડક જુદો ગણ્યો જણાય છે. (૩) તેઉકાય દંડક - આ તેઉકાય જીવો બાદર રૂપે માત્ર પદર કર્મભૂમિને વિષે જ હોય છે અને તેમાં પણ પાંચ મહાવિદેહ ક્ષેત્રમાં સદા માટે હોય છે જ્યારે પાંચ ભરત અને પાંચ એરવત ક્ષેત્રને વિષે તીર્થકર પરમાત્માના શાસન કાળ વખતે જ હોય છે આથી એ દંડક જુદો ગણેલો જણાય છે. (૪) વાયુકાય જીવોનો દંડક - આ જીવો ચૌદ રાજલોકમાં રહેલા હોય છે માટે એનો દંડક જુદો ગણેલો જણાય છે. (૫) વનસ્પતિકાય દંડક - જ્યાં પાણી હોય ત્યાં વનસ્પતિ હોય છે તથા એ સિવાય પણ પ્રત્યેક Page 3 of 161

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 161