Book Title: Char Gatina Karno Part 02 Author(s): Ramchandrasuri Publisher: Jain Pravachan Pracharak Sarvajanik Dharmik Trust View full book textPage 8
________________ આચાર્યદેવ શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજા વિરાજતા હતા; આથી, પૂ. પ્રવચનકાર મહાત્માશ્રી પણ ત્યાં જ પધાર્યા અને એથી પૂ. પ્રવચનકાર મહાત્માશ્રીનું તે દિવસનું પ્રવચન પણ, એ જ બંગલામાં થયું. પૂ. પ્રવચનકાર મહાત્માશ્રીના પહેલા દિવસના પ્રવચનને સાંભળવાને માટે એકત્રિત થઈ ગયેલાં ભાઈ-બેનેના વિશાલ સમુદાયને જોતાં, સૌને લાગ્યું કે-પૂ. પ્રવચનકાર મહાત્માશ્રીના પ્રવચનને માટે તે, આ સ્થાન ઘણું જ નાનું પડશે. આથી, બીજા દિવસથી જ ત્યાં નજદીકમાં આવેલા શેઠ શ્રી બકુભાઈ મણિલાલના બંગલાના વિશાલ હૈોલમાં, પૂ પ્રવચનકાર મહાત્માશ્રીનું પ્રવચન ગોઠવવામાં આવ્યું. પછી શરૂ થયું ચતુર્માસ. ગામ-ગામથી અને દેશ-દેશથી સંખ્યાબંધ ભાઈ-બેને શ્રી સિદ્ધગિરિજીની અને સાથે સાથે અને ય પૂ. આચાર્ય દેવેની છાયામાં ચતુર્માસ કરવાને માટે આવી પહોંચ્યાં. એને લઈને, શેઠ શ્રી બકુભાઈ મણિલાલના બંગલાને વિશાળ હોલ પણ ઘણે નાને પડવા લાગે; અને પરમ પાવનકારી પર્વાધિરાજ શ્રી પર્યુષણ પર્વની આરાધના અત્રે સૌ સાથે કેમ કરી શકશે, એને માટે વિચાર થઈ પડ્યો. આગેવાન ગૃહસ્થ મળ્યા અને તેમણે શેઠ શ્રી આણંદજી કલ્યાણજીની પેઢીના વંડામાં એક ઘણે વિશાલ અને ઘણે સુશોભિત મંડપ ખડે કરાવ્યું. શ્રાવણ વદી ત્રીજથી, એ નૂતન મંડપમાં, પૂ. પ્રવચનકાર મહાત્માશ્રીનાં પ્રવચને રોજ બપોરે થવા લાગ્યાં અને આ વ્યવસ્થા થતાં, શ્રોતાજનેની સંખ્યામાં પણ ઘણે ભેટે ઉમેરે થવા પામ્યું.Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 424